કર્ણાટકમાં હિજાબનો વિરોધ કરી રહેલા ભાજપ અને RSS કાર્યકરો સાથે મારપીટ થી તો બીજી તરફ દુબઇની પ્રખ્યાત બૃજ ખલિફા પર કર્ણાટક હિજાબ વિવાદનો ચહેરો મુસ્કાન ખાનની તસ્વીર દેખાડવામાં આવી ઉપરાંત, એક્ટર રાખી સાવંત હિજાબના સમર્થનમાં ઉતરી હોવાના દાવાઓ પર કરવામાં આવેલ ફેકટચેક

કર્ણાટકમાં હિજાબનો વિરોધ કરી રહેલા ભાજપ અને RSS કાર્યકરો સાથે મારપીટનો ભ્રામક વિડિઓ વાયરલ
કર્ણાટકમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા ભગવો ખેસ પહેરીને હિજાબનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, વિડીઓમાં ભાજપ અને RSSનો ખેસ પહેરેલા લોકોને ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. ફેસબુક પર “ગઈ કાલે બીડર કર્ણાટક માં હિજાબનો વિરોધ કરવા આવેલા BJP અને RSS ની ધુલાઈ કરતા હિન્દૂ સંગઠનો” ટાઇટલ સાથે આ વિડિઓ કર્ણાટક હિજાબ વિવાદના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

દુબઇની પ્રખ્યાત બૃજ ખલિફા પર કર્ણાટક હિજાબ વિવાદનો ચહેરો મુસ્કાન ખાનની તસ્વીર દેખાડવામાં આવી હોવાનો વિડિઓ વાયરલ
કર્ણાટકમાં હીજ વિવાદનો ચહેરો મુસ્કાન ખાન અંગે સોશ્યલ મીડિયા પર આગાઉ અનેક ભ્રામક ખબરો વાયરલ થયેલ છે, જે મુદ્દે Newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે. ત્યારે ફરી એક વખત ફેસબુક પર “અલહમદુલિલાહ વિદેશ માં પણ આ કર્ણાટક ની મુસ્લીમ દિકરી ની વાહ વાહ થઈ” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. (archive)

એક્ટર રાખી સાવંત હિજાબના સમર્થનમાં ઉતરી હોવાના દાવા સાથે તસ્વીર વિડિઓ વાયરલ
હિજાબ વિવાદ અંગે ફેલાયેલ ભ્રામક ખબરોના ક્રમમાં સોશિયલ મીડિયા પર રાખી સાવંતની એક તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે રાખી સાવંતે હિજાબને સપોર્ટ કર્યો છે. ફેસબુક પર “રાખી સાવંત હિજાબ પહનકર જીમ ટ્રેનર કે પાસ જીમ કરને ગઇ દેખો” અને “રાખી સાવંત હિજાબ ના સમર્થન મા ઉતરી છે” ટાઇટલ સાથે વિડિઓ અને તસ્વીર શેર કરવામાં આવેલ છે.

સુરતમાં મુસ્લિમ યુવકે હિન્દૂ યુવતીનું ગળુ કાપી નાખ્યું હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ ભયાનક ઘટનાનો વિડિયો સાંપ્રદાયિક દાવા સાથે શેર કર્યો છે, જેમાં “હિન્દુઓ” ને “જાગો અને એક થવા” અને “અમારા બાળકો માટે લડવા” વિનંતી કરી છે. ફેસબુક અને વોટ્સએપ પર “लव जिहाद संघर्ष” ટાઇટલ સાથે યુવક મુસ્લિમ હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044