યુપી વિધાનસભા ચૂંટણીમાં સપાને હરાવવા માયાવતીએ ભાજપને મત આપવા કહ્યું તો બીજી તરફ ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ‘કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદ’ના નારા લાગ્યા અને રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ ભ્રામક સોશ્યલ મીડિયા પોસ્ટ પર TOP 5 ફેકટચેક

ઉત્તરાખંડમાં બનેલ ઘટનાનો વિડિઓ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભ્રામક દાવા સાથે વાયરલ
યુપી વિધાનસભા ચૂંટણી મુદ્દે વાયરલ થયેલ ભ્રામક અફવાઓના ક્રમમાં ફેસબુક પર “UP માં ભાજપા ની હાલત” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં ભાજપ ઉમેદવારના પ્રચાર-પ્રસાર માટે રાખવામાં આવેલ ગાડી રસ્તા પર ફસાઈ જાય છે, જે ઘટના ઉત્તરપ્રદેશ વિધાનસભા ક્ષેત્રની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

યુપી વિધાનસભા ચૂંટણીમાં સપાને હરાવવા માયાવતીએ ભાજપને મત આપવા કહ્યું હોવાનો વિડિઓ વાયરલ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી તેના ચોથા ચરણમાં ચાલી રહી છે, અને 10 માર્ચના વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. નોંધનીય છે કે યુપીમાં આ વખતે યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી એકબજીના પ્રતિદ્વંદીઓ છે. ત્યારે, સોશિયલ મીડિયા પર માયાવતીએ સપાને હરાવવા માટે ભાજપને વોટ આપવાનું કહ્યું હોવાનો એક વિડિઓ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં બસપા સુપ્રીમો માયાવતી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જોવા મળે છે.

ગૃહમંત્રી અમિતશાહના કાર્યક્રમમાં ‘કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદ’ના નારા લાગ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર “કોંગ્રેસ પાર્ટી ઝીંદાબાદ” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ 1.5k થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, તેમજ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વાયરલ વિડિઓ કોંગ્રેસ છત્તીસગઢ તેમજ અન્ય વેરિફાઇડ એકાઉન્ટ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ યુદ્ધનો મોરચો સંભાળ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, રશિયન મિલેટ્રી દ્વારા ઘણા બૉમ્બ અને મિસાઈલ ફેંકવામાં આવ્યા હોવાના ન્યુઝ અહેવાલો પણ જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર પણ રશિયા અને યુક્રેન યુદ્ધના ઘણા વિડિઓ અને તસ્વીર વાયરલ થઈ રહ્યા છે, આ ક્રમમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં તેઓ આર્મી યુનીફોર્મમાં વોર ગ્રાઉન્ડ પર જોઈ શકાય છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલે શેર કર્યો વિસ્ફોટનો ભ્રામક વિડિઓ
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે, જે અંગે ઘણા વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં ન્યુઝ ચેનલ GSTV દ્વારા “રશિયાના મહાભયંકર હુમલાથી સળગી રહ્યું છે યુક્રેન… થયા છે બ્લાસ્ટ” હેડલાઈન સાથે એક વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક ભયંકર વિસ્ફોટ જોવા મળે છે, જે યુક્રેનમાં હાલમાં થયો હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044