WeeklyWrap : યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત માર્ગ માટે તેમના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું તેમજ રશિયન આર્મી દ્વારા યુક્રેન પર ભયાનક વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાંના દાવા સાથે ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવેલ ભ્રામક ખબરો, તો બીજી તરફ સપા કાર્યકર્તાઓ EVM માં હેરાફેરી થઈ હોવાના આરોપ લગાવ્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય

રશિયન હુમલામાં માર્યા ગયેલા યુક્રેનના નાગરિકોની ડેડબોડીનો ભ્રામક વિડિઓ વાયરલ
ફેસબુક પર આ વીડિયોને લગભગ 1 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે, “કોવિડમાં હાલ ફિલ્મોના શૂટિંગ બંધ છે ત્યારે જુનિયર આર્ટિસ્ટસને યુક્રેનમાં લાશ બનવાની એકટિંગનું કામ મળી રહે છે.” વિડીઓમાં ન્યુઝ રિપોર્ટરની પાછળ દેખાડવામાં આવી રહેલ ડેડબોડી માંથી એક વ્યક્તિ જીવંત જોઈ શકાય છે.

શું રશિયાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત માર્ગ માટે તેમના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું હતું?
ફેસબુક પર રશિયન ડિફેન્સ આર્મી જનરલની તસ્વીર શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે “રશિયાએ યુક્રેનમાં અટવાયેલા ભારતીય નાગરિકોને સલામત માર્ગ માટે પોતાના વાહનો પર ત્રિરંગો લગાવવા કહ્યું, રશિયન આર્મી તેમને સલામત સ્થળ સુધી પહોંચવા માટે મદદ કરશે.”

રશિયન આર્મી દ્વારા યુક્રેન પર ભયાનક વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાંના દાવા સાથે ન્યુઝ ચેનલે શેર કર્યો ભ્રામક વિડિઓ
ફેસબુક પર ન્યુઝ ચેનલ Gujarat update દ્વારા “જુઓ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નો એક ભયંકર વીડિયો” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર 10 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો અને અનેક લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં બોમ્બ બલાસ્ટ બાદની હાલાકી બતાવતા દ્રશ્યો જોઈ શકાય છે.

યુક્રેનમાં ફસાઈ હોવાના દાવા સાથે શું વૈશાલી યાદવે ભ્રામક વિડિઓ શેર કર્યો?, જાણો શું છે સત્ય
ફેસબુક પર “ભાજપ સરકારને બદનામ કરનારી સમાજવાદી પાર્ટીના નેતા મહેન્દ્ર યાદવની છોકરી વૈશાલી યાદવ વિડીયોમાં શુ કહે છે” ટાઇટલ સાથે વૈશાલીનો મદદ માંગતો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં વૈશાલી યુક્રેનથી પરત આવવા ભારત સરકાર પાસેથી મદદ માંગી રહી છે.

સપા કાર્યકર્તાઓ દ્વારા EVM હેરાફેરી થતા રંગે હાથ પકડી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય
ફેસબુક પર “SP કાર્યકર્તાઓએ EVM ની હેરાફેરી રંગે હાથ પકડી.” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં સપા કાર્યકર્તાઓ દ્વારા એક ટ્રક રોકવામાં આવ્યો હતો, જેમાં કેટલાક EVM મશીન પકડાતા સાથે સપા કાર્યકર્તાઓ દ્વારા EVM સાથે છેડછાડ થઈ હોવાનો આરોપ ચૂંટણી અધિકારીઓ પર લગાવ્યો હતો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044