યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન ગયા અઠવાડિયે ભારતની બે દિવસીય મુલાકાતે અમદાવાદમાં હતા. આ ક્રમમાં, અમદાવાદમાં એક વિસ્તારની ઝૂંપડપટ્ટીને કપડાં વડે ઢાંકી દેવામાં આવી હતી, સોશ્યલ મીડિયા પર આ તસ્વીર #ગુજરાતમોડેલ ટેગ સાથે અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
ફેસબુક અને ટ્વીટર પર “તાજેતરમાં બોરિસ જોન્સનની મુલાકાત દરમિયાન કાપડથી ઢંકાયેલી ભારતની ગુજરાતની ઝૂંપડપટ્ટી” ટાઇટલ સાથે અમદાવાદના એક વિસ્તારની તસ્વીર ખુબ જ વાયરલ થઈ રહી છે.
યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન 22 એપ્રિલે નવી દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. આ સંદર્ભમાં ભારત-યુકેના સંયુક્ત નિવેદન અનુસાર , બંને નેતાઓએ “વર્ચ્યુઅલ સમિટ પછી ભારત અને યુકે વચ્ચે વધતા જોડાણોમાં અને સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં સકારાત્મક ગતિનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત, અમદાવાદમાં બોરિસ જોન્સને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને ચરખો ચલાવ્યો હતો. તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલા JCB ઉત્પાદન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો :- NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
Fact Check / Verification
ગુજરાત મોડેલ ટેગ સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 12 માર્ચ, 2021ના રોજ બીજેપી નેતા સંબિત પાત્રા દ્વારા કરવામાં આવેલ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં આ તસવીર ફેસબુક યુઝર ‘ શિવમ અગ્રવાલ ‘ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. જે પુષ્ટિ કરે છે કે તસ્વીર બોરિસ જોન્સનની તાજેતરની ગુજરાત મુલાકાત સાથે કોઈ સંબંધ નથી.
ઉપરાંત, વાયરલ તસ્વીરમાં જોવા મળતું બેનરમાં લખેલું લખાણ ‘બાપુના પગલાં દાંડી તરફ, અંગ્રેજો પાછા પગલાં ભરે છે.’ જોવા મળે છે.

વાયરલ તસ્વીર મુદ્દે વધુમાં અમદાવાદ મિરર દ્વારા 12 માર્ચ, 2021ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ તસ્વીર પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, “#Ahmedabad ના #ParikhitNagar ના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ ઢાંકેલા પડદા પાછળથી ડોકિયું કરે છે, સાબરમતી માર્ગ પર આઝાદી કે અમૃત મહોત્સવ કાર્યક્રમમાં PM મોદીની રાહ જોતા”
સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર , “વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ, અમદાવાદથી ‘પદયાત્રા’ (ફ્રીડમ માર્ચ)ને ઝંડી બતાવી 75માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Conclusion
ગુજરાતમૉડેલ ટેડ સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર માર્ચ 2021માં અમદવાદના સાબરમતી આશ્રમ રોડ પરથી લેવામાં આવેલ છે. 75માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સમયે દાંડી યાત્રા કાઢવામાં આવી હતી જે સમયે રોડની બન્ને સાઈડ કપડાં અને બેનરો વડે ઢાંકવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર વાયરલ તસ્વીર હાલમાં યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનની મુલાકાત સમયે લેવામાં આવી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context/False
Our Source
Facebook Account Of Shivam Agaarwal
Twitter Account Of Ahmedabad Mirror
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044