રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા બીજીતરફ ડો.રઘુરામ રાજનને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવ્યા અને જામનગરમાં ગૌવંશની 5 ટ્ર્કો ભરીને તસ્કરી કરતા ભાજપ નેતા ઝડપાયા વગેરે જેવા ભ્રામક દાવાઓ કરવામાં આવેલ TOP ફેક્ટ ચેક

રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
ફેસબુક પર “યે દેખો યે દેખો..જલવા હૈ #RahulGandhi, ઓલા જ્યોતિરાદિત્ય ભાઈ નુ મોઢુ પણ જોવો. લાઈવ ફુટેજ હોટલ હયાત. નેપાલ.” ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસ્વીરમાં રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા કેટલાક નેપાળી લોકો સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે.\

કેટલાક મુસ્લિમોએ પવિત્ર નદીના પાણીમાં ઉભા રહીને નમાઝ અદા કરી હોવાના ભ્રામક વિડીઓનું સત્ય
ફેસબુક પર “હદ પર હદ વટાવી રહ્યા છે. હવે નદીમાં નમાઝ?” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા મુજબ મુસ્લિમો હવે નદીમાં પણ નમાઝ પઢવા લાગ્યા છે, આ લોકો હદ્દ વટાવી રહ્યા છે અને આવા લોકોને કડક હાથે જ રોકવા પડશે. વગેરે જેવા ભડકાવ લખાણ સાથે વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે.

જામનગરમાં ગૌવંશની 5 ટ્ર્કો ભરીને તસ્કરી કરતા ભાજપ નેતા ઝડપાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય
જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપ નેતા ઝડપાયા હોવાના દાવા સાથે એક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર આ ઘટના હાલમાં જામનગરમાં બૅલ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. જામનગરના ધ્રોલ ખાતે પોલીસ દ્વારા 5 ટ્રકો ભરીને મૂક પશુને કતલખાને લઇ જવાના આરોપમાં ભાજપ નેતા તેમજ અન્ય વ્યક્તિઓ પર ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ડો.રઘુરામ રાજનને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય
ફેસબુક પર રઘુરામ રાજનને ધન્યવાદ પાઠવતી પોસ્ટ “શ્રી રઘુરામ રાજન જી ને #Bank_of_England ના ગવર્નર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન” ટાઇટલ સાથે અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044