Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap : દેશભરમાં કુલ 70 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ થઈ તો બીજી તરફ આપ પાર્ટીના લગભગ મંત્રીઓ મુસ્લિમ સમાજ માંથી આવતા હોવાના ભ્રામક દાવાઓ વાયરલ જયારે BCCI ચેરમેન અને અમિત શાહના પુત્ર જય શાહ પાકિસ્તાન આર્મી ચીફ બજાવાના પુત્ર સાથે બેઠા હોવાના દાવા અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક
ટ્વીટર યુઝર્સ AAP Gujarat । Mission2022 દ્વારા “જો દેશના બાળકોને સારું સરકારી શિક્ષણ મળશે, તો ભ્રષ્ટ ભાજપના મળતીયા મિત્રોની પ્રાઈવેટ શાળાઓ કઈ રીતે ચાલશે?” ટાઇટલ સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ટ્વીટ સાથે જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકારીની U-Dise દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે દેશભરમાં કુલ 74,747 સરકારી શાળાઓ બંધ થઈ છે. જયારે બીજી તરફ 12,000 નવી ખાનગી શાળાઓ શરૂ થઈ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
સોશ્યલ મીડિયા પર વાયરલ ફોરવર્ડ મેસેજ ICBS જનરલ હોસ્પિટલના પ્રોફેસર ડૉ. ગિલ્બર્ટ એ ક્વોકના હવાલે શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે “ગરમ અનાનસ કેન્સર વિરોધી પદાર્થોને મુક્ત કરે છે, અસરકારક કેન્સર સારવાર માટે દવામાં નવીનતમ પ્રગતિ છે.“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવતી પોસ્ટમાં વડાપ્રધાનની એક સભાનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ભારે માત્રામાં ભીડ વડાપ્રધાન મોદીને જોવા ઉમટી હોવાના દર્શ્યો જોઈ શકાય છે, આ ઉપરાંત ચારે બાજુ મોદી-મોદીના નારા પણ સાંભળી શકાય છે. ફેસબુક પર આ વિડીયો “હે કેજરીવાલ ના ખોળા ના ખૂંદનારો જેટલી મહેનત કરવી હોય એટલી કરી લેજો હારી ગયા પછી EVM મશિન ના વાંક ના કાઢતા” ટાઇટલ સાથે કેટલાક યુઝર્સ શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયો ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
ફેસબુક પર આમ આદમી પાર્ટીના તમામ કેબિનેટ મિનિસ્ટર અને એસેમ્બલી મેમ્બર મુસ્લિમ હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા યુઝર્સ “જો તમે કેજરીવાલ કેબિનેટમાં પ્રધાનોની સૂચિ વાંચશો તો તમને લાગે છે કે નવી દિલ્હી સરકારની સત્તા સાથે ઇસ્લામિક જિહાદ શરૂ થઈ ચૂક્યો છે.” ટાઇટલ સાથે પોસ્ટ શેર થઈ રહી છે. પોસ્ટ સાથે 27 વિધાનસભા ક્ષેત્રના નામ અને સાંસદના નામોની યાદી પર આપવામાં આવેલ છે, જેમાં 22 સાંસદ મુસ્લિમ સમાજના છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
દુબઈમાં ભારત અને પાકિસ્તાન (IndVsPak) વચ્ચેની T20 મેચ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને BCCI સચિવ જય શાહ પણ સ્ટેડિયમમાં હાજર હતા. દુબઇ ખાતે રમાયેલ મેચમાં બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ મેચ જોવા આવી હતી. આ ક્રમમાં જય શાહની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ઉર્વશી રૌતેલા એક અન્ય વ્યક્તિ અને જય શાહ સાથે ફોટો પડાવી રહ્યા છે. પોસ્ટ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો પુત્ર છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Tanujit Das
November 18, 2024
Vasudha Beri
July 4, 2024
Dipalkumar
June 22, 2024