Fact Check
WeeklyWrap : સ્મૃતિ ઈરાની દ્વારા શરૂ કરવામાં આવેલ સાયકલ યાત્રાથી લઈને ભારતમાં આવેલા ચિત્ત સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સ્મૃતિ ઈરાની દ્વારા ભારત જોડો યાત્રાના વિરોધમાં સાયકલ યાત્રા શરૂ કરી તો આ તરફ ભારતમાં લાવવામાં આવેલ ચિત્તા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલોએ શેર કર્યો જૂનો વિડીયો તો ગુજરાતમાં માલધારી સમાજના વિરોધના સંદર્ભમાં WHO એ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારતને સાવચેત કર્યું હોવાનો ભ્રામક મેસેજ શેર થઈ રહ્યો છે.

સ્મૃતિ ઈરાની દ્વારા ભારત જોડો યાત્રાના વિરોધમાં સાયકલ યાત્રા શરૂ કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય
ફેસબુક યુઝર્સ “ભારત જોડો યાત્રાની બરોબરી કરવા સાયકલ યાત્રા શરૂ કરી” ટાઇટલ સાથે સાથે વિડીયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્મૃતિ ઈરાની અન્ય કેટલીક મહિલાઓ સાથે સાયકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. જયારે આ મુદ્દે newscheckerની તપાસમાં વાયરલ વિડીયો જૂનો અને અન્ય ઘટનાનો હોવાનું જાણવા મળ્યું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ભારતમાં લાવવામાં આવેલ ચિત્તા હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલોએ શેર કર્યો જૂનો અને ભ્રામક વિડીયો
કેટલાક ન્યુઝ સંસ્થાનો અને પત્રકારો તેમજ અન્ય યુઝર્સ દ્વારા પણ આ વિડિયો શેર કરવામાં આવ્યો છે. નામિબિયાથી આવેલ ચિત્તાની પહેલી ઝલક ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયોમાં ચિત્તો બિલાડી જેવો અવાજ કરતા સાંભળવા મળે છે. આ વિડીયો શેર કરતા સાથે સપા નેતા અખિલેશ યાદવે પણ લખ્યું કે “બધાને રાહ હતી દહાડની પણ આ તો બિલ્લી મૌસીના પરિવારથી નીકળ્યું“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ થઈ હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. નાગપુર કોંગ્રેસના નેતા ડો.નીતિન રાઉત દ્વારા ઇન્દિરા ગાંધીની ખંડિત પ્રતિમાની તસ્વીર શેર કરતા લખ્યું છે કે “તમે ઇન્દિરા ગાંધીની પ્રતિમા તોડી શકો છો તેમના વિચારો નહીં,આ તસ્વીર પીએમ મોદીના ગુજરાતથી આવી છે.“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

WHO એ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારતને સાવચેત કર્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ભેળસેળ યુક્ત દૂધને લઈને કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવાઓ કરવામાં આવ્યો છે કે “WHOએ ભારતને સાવચેત કર્યું છે, ભેળસેળયુક્ત દૂધના કારણે 2025 સુધીમાં 87% ભારતીયો કેન્સરનો ભોગ બનશે“
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

આગ્રામાં આપ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અન્ય યુવતી સાથે હોટેલના રૂમમાં હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોનું સત્ય
ફેસબુક અને ટ્વીટર યુઝર્સ “આગ્રા જિલ્લા અધ્યક્ષ આમ આદમી પાર્ટી ના પરણિત નેતા પ્રેમિકા સાથે હોટલ ઘુટર ઘું કરતા પકડાતાં ચકચાર મચી ગયો.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. જેમાં કથિત આગ્રાના આપ જિલ્લા અધ્યક્ષને અન્ય યુવતી સાથે એક હોટેલના રૂમ માંથી તેમના પત્ની દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044