પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ગ્રામ પંચાયત ચૂંટણી અને ખેડૂત આંદોલન જેવા મુદ્દા પર સોશ્યલ મીડિયા પર અનેક ભ્રામક દાવા સાથે વિડિઓ કે તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ તમામ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાએ નવું LPG કેન્ક્શન સ્વીકારવાની ના પાડી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
સોશ્યલ મીડિયા પર “આ બહેને મોદીને રામ રામ કરીને કહે છે..રાખ તારી પાસે તારો બાટલો” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતો ગેસનો બાટલો સ્વીકાર કરવાની ના પડતા મહિલાએ ગેસ સિલિન્ડરના પોસ્ટરને પરત આપીને સ્ટેજ પરથી નીચે ઉતરી જાય છે.

ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવા અંગે ભ્રામક પોસ્ટ વાયરલ
ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થયેલ છે. 12 ડિસેમ્બર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ અને 27 ડિસેમ્બરના મતદાન થવાનું હોવાના દાવા સાથે GSTV ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. “ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2021” ટાઇટલ સાથે ફેસબુક અને morbimirror ન્યુઝ વેબસાઈટ દ્વારા આ ભ્રામક પોસ્ટ કરવામાં આવેલ છે.

મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હોવાનો વિડિઓ વાયરલ
વાહન-વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી મીડિયા સમક્ષ કોંગ્રેસ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હોવાના દાવા સાથે ફેસબુક પર “આ છે નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રયાણી” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોને દારૂ વિતરણ કરવામાં આવ્યું હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ખેડૂત આંદોલન સમયે ત્યાં પીઝા, મસાજ સેન્ટર અને AC વાળા ટેન્ટ જેવી સુવિધા ભોગવવા પર પણ અનેક સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક ટાઇટલ સાથે તેમજ કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોને દારૂ વિતરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે. “કિસાન રેલી માં જવા પાછળનું આ છે મોટું કારણ” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ખેડૂત આંદોલન કે કિસાન રેલી સમયનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટની ભ્રામક તસ્વીર વાયરલ, જાણો શું છે સત્ય
ભારત સરકાર રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા 50 જેટલા રેલવે સ્ટેશનનું નવનિર્માણ કરવાં માટે 50 હજાર કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટ માટે RLDA દ્વારા ઓનલાઇન બીડ મંગાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર અમદાવાદ ખાતે બનવા જઈ રહેલ નવું રેલવે સ્ટેશનની એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. “આપડા અમદાવાદનું રેલ્વે જંક્શન” ટાઇટલ સાથે ફેસબુક યુઝર્સ દ્વારા મોડેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044