Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને નવા LPG કેન્ક્શન અને સિલિન્ડર આપવામાં આવેલ છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉજ્જવલા 2.0 યોજનાની શરૂઆત કરી છે. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવે ઉજ્જવલા 2.0નો લાભ લેવા માટે પ્રવાસીઓને રેશન કાર્ડ અને એડ્રેસ પ્રૂફ જમા કરવાની જરૂર નથી. જરૂરિયાતવાળા પરિવાર હવે જાતે કરેલી ટ્રૂ કોપી અરજી આપીને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
સોશ્યલ મીડિયા પર “આ બહેને મોદીને રામ રામ કરીને કહે છે..રાખ તારી પાસે તારો બાટલો” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતો ગેસનો બાટલો સ્વીકાર કરવાની ના પડતા મહિલાએ ગેસ સિલિન્ડરના પોસ્ટરને પરત આપીને સ્ટેજ પરથી નીચે ઉતરી જાય છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતા ગેસ સિલિન્ડર સ્વીકાર કરવાની ના પાડીને ગેસ બોટલનું પોસ્ટર નરેન્દ્ર મોદીને પરત આપનાર મહિલાના વાયરલ વિડિઓ અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં યુટ્યુબ પર IndiaTV દ્વારા 2016માં પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ મુજબ ઉત્તરપ્રદેશના બલિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના હેઠળ 5 કરોડથી વધુ મહિલાઓને LPG કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. વિડીઓમાં PM મોદીના હસ્તે મહિલાઓને ગેસ સિલિન્ડરનું પોસ્ટર આપવામાં આવેલ છે, જ્યાં વાયરલ વિડીઓમાં ગેસ સિલિન્ડર પોસ્ટર પરત આપતી મહિલા પણ જોઈ શકાય છે.
આ પણ વાંચો :- આસામના મુખ્યમંત્રી ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાની ઘટના પર ટિપ્પણી આપી રહ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ઉત્તરપ્રદેશમાં આપવામાં આવેલ ગેસ કનેક્શન અંગે વધુ સર્ચ કરતા યુટ્યુબ પર Bharatiya Janata Party ચેનલ પર મેં 2016ના UPના બલિયા ખાતે આયોજન કરવામાં આવેલ ઉજ્જવલા યોજના કાર્યક્રમનો સંપૂર્ણ વિડિઓ જોવા મળે છે. જ્યાં PM મોદી દ્વારા મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન વિતરણ કરી રહ્યા છે, વિડીઓમાં 26 મિનિટ પછી સમાન મહિલા જોઈ શકાય છે જે ઉજ્જવલા યોજના કનેક્શન PM મોદીના હસ્તે સ્વીકારી રહી છે.
મહિલાએ ઉજ્જવલા યોજનાના કનેક્શન સ્વીકારવાની ના પડતા વિડિઓમાં ભ્રામક એડિટિંગ કરવામાં આવેલ છે, વિડિઓ રિવર્સ ઇફેક્ટ અને ભ્રામક ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને આપવામાં આવતા ગેસ સિલિન્ડર સ્વીકાર કરવાની ના પાડીને ગેસ બોટલનું પોસ્ટર નરેન્દ્ર મોદીને પરત આપનાર મહિલાનો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે. 2016માં UPના બલિયા ખાતે PM દ્વારા ઉજ્જવલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જે કાર્યક્રમના વિડિઓને એડીટીંગ કરીને રિવર્સ ઇફેક્ટ અને ભ્રામક ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.
Bharatiya Janata Party
IndiaTV
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Komal Singh
November 19, 2024
Dipalkumar Shah
June 22, 2024
Dipalkumar Shah
June 22, 2024