Fact Check
વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોનું સત્ય
Claim : વડાપ્રધાન મોદીને અભ્યાસ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબમાં જણાવે છે કે તેઓ સ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે.
Fact : વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો એક ઇન્ટરવ્યૂનો ભાગ છે, જે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે અફવાઓ ફેલાય રહી છે. જે ક્રમમાં ફેસબુક પર પીએમ મોદીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોતાના અભ્યાસ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબમાં જણાવે છે કે તેઓ સ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે. આ વીડિયોના આધારે સોશ્યલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પીએમ મોદીની કોલેજ ડિગ્રી નકલી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પાસે ગુજરાત યુનિવર્સીટીની બેચલર ડિગ્રી છે અને દિલ્હી યુનિવર્સીટી માંથી તેઓએ માસ્ટર ડિગ્રી મેળવેલ છે. આ ડિગ્રી સર્ટિફિકેટ ભાજપ પાર્ટી તેમજ અમિત શાહ દ્વારા પણ શેર કરવામાં આવ્યા હતા. થોડા દિવસ અગાઉ આ ડિગ્રી સર્ટિફિકેટ પર વાઇસ ચાન્સેલરની સહીને લઈને ભ્રામક ફેલાઈ હતી, જે અંગે ન્યૂઝચેકરનો ફેકટચેક રિપોર્ટ તમે અહીંયા વાંચી શકો છો.
Fact Check / Verification
વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર લોકમત હિન્દી ન્યુઝ ચેનલ દ્વારા 1 એપ્રિલ 2023ના “નરેન્દ્ર મોદીની ડિગ્રી પર 23 વર્ષ જૂના વીડિયોનો સંપૂર્ણ જવાબ અહીં જુઓ” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે.
અહીંયા પીએમ મોદીના એક ઇન્ટરવ્યૂનો ભાગ જોઈ શકાય છે, જેમાં તેઓ પોતાના અભ્યાસ અંગે જવાબ આપતા જણાવે છે કે તેઓ સ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે. ત્યાબાદ સંઘના એક વડાએ તેઓને કોલેજ જવા આગ્રહ કરતા તેઓએ એક્સ્ટર્નલમાં BAની ડિગ્રી અને પછી MAની ડિગ્રી મેળવી હતી.
આ અંગે ન્યુઝ સંસ્થાન scroll દ્વારા પ્રકાશિત એક અહેવાલ પણ જોવા મળે છે. અહીંયા પત્રકાર રાજીવ શુક્લા દ્વારા નરેન્દ્ર મોદીનો લેવામાં આવેલ ઇન્ટરવ્યૂનો સંપૂર્ણ વિડીયો પણ જોઈ શકાય છે. જેમાં તેઓ પોતાના અભ્યાસ અને ડિગ્રી અંગે જવાબ આપી રહ્યા છે. નોંધનીય છે કે મોદીએ તેમના ચૂંટણી સોગંદનામામાં પણ ઉલ્લેખ કર્યો છે કે તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ દ્વારા તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કરી હતી અને બાદમાં 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએ કર્યું હતું.
Conclusion
વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો એક ઇન્ટરવ્યૂનો ભાગ છે, જે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. પીએમ મોદીએ તેમની અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ ડિગ્રીઓ એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે મેળવી છે.
Result : False
Our Source
YouTube Video Of Lokmat Hindi, On 1 Apr 2023
Media Report of Scroll.in, On 2 May 2016
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044