સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને 150 તોલા સોનાનો હાર આપીને સન્માનિત કર્યા હતા. વીડિયોને એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે કે નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પર વાંધો ઉઠાવનાર UAE હવે PM મોદીનું સન્માન કરી રહ્યું છે.
આ ભ્રામક દાવા પર Newschecker હિન્દી ટિમ દ્વારા 6 જુલાઈના પ્રકાશિત કરવામાં આવેલ છે, વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો
Fact check / Verification
નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પર વાંધો ઉઠાવનાર UAE હવે PM મોદીનું સન્માન કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે કેટલાક કીવર્ડ્સની મદદથી સર્ચ કરતાં જાણવા મળ્યું કે આ વીડિયો ઓગસ્ટ 2019નો છે. વડાપ્રધાન મોદીને UAEનો સર્વોચ્ચ એવોર્ડ ‘ઓર્ડર ઓફ ઝાયેદ’ મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં વાયરલ વીડિયોનો એક ભાગ જોઈ શકાય છે.
પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને તેમને મળેલા આ સન્માનની જાણકારી આપી હતી. આ સન્માન UAE ના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનના નામે આપવામાં આવે છે . આ રીતે, અમારી તપાસમાં સાબિત થયું છે કે લગભગ ત્રણ વર્ષ પહેલા UAE દ્વારા પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ ઘટનાને નુપુર શર્માના કેસ સાથે કોઈ સંબંધ નથી.

Conclusion
નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પર વાંધો ઉઠાવનાર UAE હવે PM મોદીનું સન્માન કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર 2019માં બનેલ પ્રસંગ છે. 2019માં વડાપ્રધાન મોદીને UAEનો સર્વોચ્ચ એવોર્ડ ‘ઓર્ડર ઓફ ઝાયેદ’ મળ્યો હતો. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડીયો હાલમાં નૂપુર શર્માના વિવાદિત નિવેદન ના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
YouTube Video by ANI on 24th Aug 2019
Tweet by PM Modi on 24th Aug 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044