Fact Check
નેધરલેન્ડની સ્કૂલોમાં ભગવત ગીતા ભણાવવા માટે ત્યાંની સરકારે નિયમ જાહેર કર્યો હોવાની ભ્રામક અફવા વાયરલ

ધાર્મિક પુસ્તકો અને સ્થળો મુદ્દે અવાર-નવાર ભ્રામક અફવાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થતી હોય છે. એવા જ એક ભ્રામક દાવા સાથે ફેસબુક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે “નેધરલેન્ડમાં ધોરણ 5 થી તમામ બાળકો ને ભગવત ગીતા ભણવવા માટે સરકારે નિયમ જાહેર કર્યો છે.”

સોશ્યલ મીડિયા પર ‘નેધરલેન્ડ ની સ્કૂલોમાં ફરજીયાત ભગવત ગીતાનું જ્ઞાન આપવામાં આવશે, અને આપણે ઈંગ્લીશ પાછળ દોડીએ છીએ’ કેપશન સાથે આ પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
નેધરલેન્ડમાં પાંચમા ધોરણથી તમામ બાળકો ને ભગવત ગીતા ભણવવા માટે સરકારે નિયમ જાહેર કર્યો હોવાના દાવા અંગે નેધરલેન્ડ ની પ્રાયમરી સ્કૂલોમાં ભણાવવામાં આવતા તમામ વિષય અંગે જાણકારી માટે ગુગલ કીવર્ડ સર્ચ કરતા government.nl વેબસાઈટ પર આ મુદ્દે તમામ માહિતી જોવા મળે છે.

Government of Netherlands વેબસાઈટ પર આપેલ વિષયોમાં ભગવત ગીતાનો ઉલ્લેખ પણ જોવા મળતો નથી. આ ઉપરાંત ધાર્મિક શિક્ષણ અંગે સરકારે આપેલ માહિતી મુજબ પ્રાયમરી સ્કૂલો ધર્મ અને શાસ્ત્ર વિષયે ભણાવી શકે નહીં. જો..કે ખાનગી શાળામાં માતા-પિતાની માંગ કરવા પર ધાર્મિક શિક્ષણ ભણાવી શકે છે.

આ ઉપરાંત ગુગલ કીવર્ડ સર્ચ કરતા DUTCH PRIMARY SCHOOL વેબસાઈટ પર ભણવવામાં આવતા તમામ વિષયો પર માહિતી જોવા મળે છે. જેમાં પણ ભગવત ગીતાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

આ પણ વાંચો :- 500રૂ ની ખોટી નોટ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
જયારે વાયરલ તસ્વીર જેમાં નાની બાળકી ભગવત ગીતા હાથમાં લઇ ઉભી જોવા મળે છે, જે તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા iskcondesiretree પર સપ્ટેમ્બર 2013ના પબ્લિશ થયેલ આ તસ્વીર જોવા મળે છે. જ્યાં ઇસ્કોન પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ એક ઇવેન્ટ દરમિયાન આ તસ્વીર લેવામાં આવેલ છે.

Conclusion
નેધરલેન્ડમાં પાંચમા ધોરણથી તમામ બાળકો ને ભગવત ગીતા ભણવવા માટે સરકારે નિયમ જાહેર કર્યો હોવાની ભ્રામક અફવા વાયરલ. નેધરલેન્ડમાં સ્કૂલો દ્વારા કોઈપણ ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. આ મુદ્દે Government of Netherlands વેબસાઈટ પર પણ સ્કૂલોમાં ભણવવામાં આવતા તમામ વિષયો અંગે માહિતી આપવામાં આવેલ છે.
Result :- False
Our Source
iskcondesiretree
DUTCH PRIMARY SCHOOL
Government of Netherlands
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044