Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર બે તસ્વીરો વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં પહેલા પોલીસ અધિકારીનો ફોટો શેયર કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તસવીરમાં કેટલાક લોકો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ડ્રેસ પહેરેલા લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા સાથે નજરે પડે છે.
अंग्रेजो के मुखबिर — आज भी चालबाजी दिखाते हैं ! RSS का मूर्ख पकड़ा गया ….. ? pic.twitter.com/LA1mDGVvFn
— Bharat Prabhat Party (@sarchana1016) December 25, 2019
સોશિયલ મિડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રથમ તસ્વીરમાં પોલીસ અધિકારીની રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સાથે સંબંધ છે અને તેથી જ યુપી પોલીસ નિર્દોષ લોકોની હત્યા કરી રહી છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર આ તસ્વીરને હાલમાં ચાલી રહેલા NRC અને CAB વિરોધમાં પોલીસની છબી ખરાબ કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં પોલીસના ડ્રેસમાં અને RSSના ડ્રેસમાં ઉભેલ વ્યક્તિ બન્ને એક છે અને તે RSS સાથે જોડાયેલ છે માટે તે યુપીમાં લોકો સાથે બર્બરતાથી વર્તન કરે છે. આ ઉપરાંત અંગ્રેજોના મુખબિર અને અલગ-અલગ દાવા સાથે આ તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે.

આ વાયરલ તસ્વીરના તથ્યો જાણવા માટે અમે ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કરતા તેમજ ટ્વીટર પર મળી આવતા વિડિઓ પરથી જાણવા મળ્યું કે વાયરલ તસ્વીરમાં જે પોલીસના ડ્રેસમાં જોવા મળે છે તે વ્યક્તિ દિલ્હી પોલીસના સિપાહી છે. જેમાં દિલ્હીના એક વિસ્તારમાં ચાલી રહેલ પ્રોટેસ્ટ દરમિયાન તેમનો વિડિઓ લેવામાં આવ્યો છે. જયારે વાયરલ પોસ્ટમાં આ વ્યક્તિને યુપીમાં લોકો પર બર્બરતા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Delhi police on duty without name batch …!!! pic.twitter.com/PXLkluZXv9
— Mohammad Waseem Khan (@_Mwaseemkhan) December 23, 2019
આ ઉપરાંત રાષ્ટ્રીય સવયં સેવક સંઘની તસ્વીરમાં સ્પીકર ૐ પ્રકાશ બિરલા સાથે જે વ્યક્તિ જોઈ શકાય છે તે આ જ પોલીસ અધિકારી નથી. તે વ્યક્તિનું નામ અશોક ડોગરા છે જે ફેસબુક પર MLA ASHOK DOGRA નામના એકાઉન્ટ પર જઈ તપાસ કરતા ૐ પ્રકાશ બિરલા સાથે તેમજ તેમની તસ્વીર જોવા મળી જે પરથી સાબિત થાય છે, વાયરલ પોસ્ટમાં જે પોલીસ અધિકારી અને RSSની તસ્વીરના વ્યક્તિને એક દર્શવવામાં આવ્યા હતા તે ભ્રામક સાબિત થાય છે.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ પોલીસ અધિકારી RSS સાથે જોડાયેલ નથી તેમજ RSSના ડ્રેસમાં ઉભેલા અને પોલીસ અધિકારી બન્ને અલગ-અલગ વ્યક્તિ છે જેને ચહેરાનો આકાર થોડો મળી આવે છે જેના આધારે કેટલાક લોકોએ ભ્રામક દાવા સાથે તસ્વીરને વાયરલ કરી છે.
TOOLS :-
GOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)
JP Tripathi
August 22, 2025
Vasudha Beri
August 12, 2025
Dipalkumar Shah
August 12, 2025