Fact Check
RSSની દુર્ગાવાહિનીની મહિલાએ મુંબઈ ખાતે પાકિસ્તાની મહિલા રેસલરને હરાવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
કુસ્તીની વાત આવે એટલે ભારતના ‘ધ ગ્રેટ ખલી’ દિલીપ સિંહ બધાને યાદ હશે. સોશ્યલ મીડિયા પર કુસ્તીના ઘણા વિડિઓ જોયા હશે. એવા જ એક કુસ્તીના વિડિઓ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવ્યો છે.
ફેસબુક અને ટ્વીટર પર કુસ્તીનો વિડિઓ શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં યોજાયેલી મહિલા કુસ્તીમાં (female wrestler)એક પાકિસ્તાની મહિલાએ રિંગમાં ઉભા ઉભા હિન્દૂ મહિલાઓને અપમાનિત કરીને કુસ્તી લડવા પડકાર ફેંક્યો અને આ પડકાર સ્વીકાર કરતા RSS durgavahini ની સભ્ય સન્ધ્યાએ રિંગમાં ઉતરીને જવાબ આપ્યો.


Factcheck / Verification
મુંબઈ ખાતે યોજાયેલ મહિલા કુસ્તી (female wrestler) દરમિયાન પાકિસ્તાની મહિલાએ હિન્દૂ મહિલાઓનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં amarujala, bhaskar અને thenewsminute દ્વારા 2016માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

જે મુજબ પંજાબ જલંધર ખાતે ધ ગ્રેટ ખલી ટ્રેનિંગ સ્કૂલ ખાતે યોજાયેલી ‘કોંટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ’ એટલે કે CWE માં ધ ગ્રેટ ખલીની શિષ્યા બીબી બુલબુલે દર્શકોને તેની સાથે કુસ્તી કરવા ખુલ્લો પડકાર આપતાં કવિતા નામની મહિલાએ આ ચેલેન્જ સ્વીકારી અને રિંગમાં જઈને બીબી બુલબુલની ધુલાઈ કરી હતી. નોંધનીય છે કે કવિતા હરિયાણાની પૂર્વ પોલીસ અધિકારી રહી ચૂકી છે. વધુમાં કવિતા મિક્સ માર્શલ આર્ટ્સ ચેમ્પિયન પણ રહી ચૂકી છે.
આ પણ વાંચો :- રામાયણ અને ગીતા છાપનાર ગોરખપુર સ્થિત ગીતા પ્રેસ આર્થિક ભીડના કારણે બંધ થવાની ભ્રામક અફવા વાયરલ
આ ઉપરાંત યુટ્યુબ પર ‘કોંટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ’ CWE દ્વારા જૂન 2016ના પબ્લિશ કરવામાં આવેલ female wrestler નો વિડિઓ જોવા મળે છે. અન્ય યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ ફાઇટનો વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે. જે મુજબ આ બન્ને મહિલા ભારતીય છે, અને બન્ને કુસ્તીના જાણકાર છે.
અહીંયા આપણે કુસ્તી કરનાર બન્ને મહિલા બીબી બુલબુલ અને કવિતા દેવીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈ શકીએ છીએ.
Conclusion
મહિલા કુસ્તીના વાયરલ વિડીઓમાં મુંબઈમાં પાકિસ્તાની મહિલા દ્વારા કુસ્તી માટે ચેલન્જ આપવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ બન્ને મહિલા ભારતીય છે. વાયરલ થયેલ વિડિઓ મુંબઈ નહીં પરંતુ 2016માં પંજાબ જલંધર ખાતે ધ ગ્રેટ ખલી ટ્રેનિંગ સ્કૂલ ખાતે યોજાયેલી કુસ્તી છે. નોંધનીય છે કે BB BULBUL અને KAVITA DEVI બન્ને કુસ્તીના નિષ્ણાત છે.
Result :- False
Our Source
amarujala,
bhaskar
thenewsminute
બીબી બુલબુલ
કવિતા દેવી
કોંટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ’ CWE
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044



