રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિવસે-દિવસે વધારો જોવા મળી રહ્યો છે. મહાનગરોમાં કોરોના સંક્ર્મણને ધ્યાને રાખતા સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુ સાથે અનેક નિયમો લાગુ કર્યા છે. આ સાથે જ સોશ્યલ મીડિયા પર લોકડાઉન અને કર્ફ્યુ અંગે અનેક ખબરો ફરતી થઈ છે, જેમાં આગામી 10 દિવસ માટે સુરત શહેરથી ઉપડતી ST બસ સેવા બંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.



ફેસબુક પર “સોમવારથી 10 દિવસ માટે ST બસ સેવા બંધ” ટાઇટલ સાથે સંદેશ ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલ છે. તેમજ, વાયરલ ખબર અન્ય ન્યુઝ સંસ્થાન દ્વારા પણ સમાન દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા સાવચેતીના ભાગ રૂપે આગામી 10 દિવસ માટે ST બસ સેવા બંધ કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા divyabhaskar અને zeenews દ્વારા 2020માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ હોવા મળે છે. જે અનુસાર 27 જુલાઈ 2020માં 10 દિવસ માટે બસ સંચાલન સ્થગિત કરાયું હતું, પરંતુ આ સમયગાળામાં અન્ય ખાનગી વાહન, ગુડ્સ વાહન તથા ટ્રક રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ પણ વાંચો :- રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકારી લેટર વાયરલ, જાણો શું છે સત્ય
10 દિવસ માટે ST બસ સેવા બંધ કરવામાં આવી હોવાના દાવા અંગે સર્ચ કરતા GSRTC દ્વારા 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અખબારી યાદી જોવા મળે છે. જે મુજબ 27 જુલાઈ 2020ના 10 દિવસ માટે બસ સુવિધા બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં સુરાત સિવાયના અન્ય શહેરો માંથી રાબેતા મુજબ બસ સેવા યથાવત રહેવાની પણ નોંધ કરવામાં આવેલ છે.
ST બસ સેવા બંધ કરવામાં આવી હોવાના દાવા અંગે સુરત શહેર ડેપો મેનેજર સાથે વાતચીત કરતા જાણવા મળે છે, વાયરલ દાવો તદ્દન ભ્રામક છે. ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા સુરત ST ડેપોને લઇ કોઈપણ આદેશ આપવામાં આવેલ નથી, વાયરલ સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે 2020માં આપવામાં આવેલ આદેશને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.
Conclusion
રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા સુરતમાં 10 દિવસ માટે ST બસ સેવા બંધ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. 2020માં કરવામાં આવેલ આદેશને હાલમાં કોરોના વાયરસના વધતા કેસ સંદર્ભે અને સરકારની નવી ગાઇડલાઇન તરીકે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044