Fact Check
બનાસકાંઠામાં વાવાઝોડું આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

Claim : બનાસકાંઠા જીલ્લામાં આવેલા વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાકે 146 કી.મી.ની નોંધવામાં આવી
Fact : વાયરલ થયેલો વિડીયો ખરેખર 2016થી ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે, જે બનાસકાંઠાનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ક્યાંક વરસાદ તો ક્યાંક જોરદાર પવન ફૂંકાય રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર બનાસકાંઠામાં વાવાઝોડું આવ્યું હોવાનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે “બનાસકાંઠા જીલ્લામાં આવેલા વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાકે 146 કી.મી.ની નોંધવામાં આવી છે”

Fact Check / Verification
બનાસકાંઠા જીલ્લામાં આવેલા વાવાઝોડાના નામે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ રિવર્સ ઇમેજ સર્ચ કરતા mashable નામની વેબસાઈટ પર 2017માં પ્રકાશિત થયેલા અહેવાલ સાથે વાયરલ વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, આ 30-સેકન્ડનો વિડિયો કેરેબિયન, એન્ટિગુઆ અને બાર્બુડામાં આવેલા ભારે વાવાઝોડાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

અહીંયા એ સ્પષ્ટતા થાય છે કે વાયરલ વિડીયો ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનો નથી. જો..કે વાયરલ વિડીયો અંગે વધુ તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ પર 2017ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જે મુજબ ઇમરા નામનું વાવાઝોડુ ત્રાટક્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, યુટ્યુબ પર 30 મેં 2016ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. પરંતુ, અહીંયા આ વાવાઝોડું ક્યાં આવેલું હોવાની જાણકારી જોવા મળતી નથી.
Conclusion
બનાસકાંઠા જીલ્લામાં આવેલા વાવાઝોડાના નામે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2016થી ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે. વાયરલ વિડીયો બનાસકાંઠાનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Media Report of mashable , 7 Sept 2017
YouTube Video Of Ernesto Martinez, 30 May 2016
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044