Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે મુસ્લિમ યુવકે છેડતી કરી
Fact : આ ઘટનામાં આરોપી યુવક હિન્દૂ સમુદાયનો છે, સોશ્યલ મીડિયા યુઝર્સ આરોપી યુવક મુસ્લિમ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
અમદાવાદ ખાતે થોડા દિવસો આગાઉ સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની હતી. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો, જેમાં વિદ્યાર્થીની અને લોકો છેડતી કરનાર યુવકને માર મારી રહ્યા છે. યુઝર્સ આ વિડીયોને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ સાથે શેર કરી રહ્યા છે.
ફેસબક પર આ વિડીયોને “જેહાદી અબ્દુલે શાળાએ જતી હિન્દુ સિંહણ છોકરીની જાહેરમાં છેડતી કરી. મા દુર્ગા અવતારી તમામ દીકરીઓએ એકત્ર થઈને જેહાદી અબ્દુલને તેમના વડવાઓની યાદ અપાવી. હવે અમારી બહેનો જાગૃત થઈ રહી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે છેડતી કરનાર યુવક સમુદાયનો હતો.
આ પણ વાંચો : ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની વાયરલ તસ્વીરનું સત્ય
અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના અંગે ગુગલ સર્ચ કરતા gujaratsamachar અને divyabhaskar દ્વારા 23 જૂન 2023ના પ્રકાશિત થયેલ અહેવાલો જોવા મળે છે. જે મુજબ, અમદાવાદના ભુલાભાઇ પાર્ક પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી છે. સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર યુવકને માર માર્યો હતો.
વધુમાં, ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકને કબજામાં લીધો હતો. તો આ તરફ યુવક અવારનવાર છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યો છે. છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ આસપાસના લોકોને જણાવતા સ્થાનિક મહિલા અને પુરુષોએ ભેગા મળીને યુવકને માર માર્યો અને કાગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો.
આરોપી અંગે વધુ માહિતી માટે અને અમદવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. અહીંયા મળતી સ્પષ્ટતા મુજબ, છેડતી કરનાર આરોપી યુવક હિન્દૂ છે, અને આ આરોપીનું નામ વિજય નટવર ભાઈ છે. અહીંયા આપણે FIRની નકલ પણ જોઈ શકીએ છીએ જેમાં છેડતીના બનાવની તમામ વિગત સાથે ફરિયાદી અને આરોપીના નામ પણ જોઈ શકાય છે. જેથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોને ભ્રામક રીતે સાંપ્રદાયિક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટનાનો વાયરલ વિડીયો ભ્રામક દાવા સ્સાથે શેર કરવામાં આવેલ છે. આ ઘટનામાં આરોપી યુવક હિન્દૂ સમુદાયનો છે, સોશ્યલ મીડિયા યુઝર્સ આરોપી યુવક મુસ્લિમ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
Media Report Of gujaratsamachar , 23 June 2023
Media Report Of divyabhaskar , 23 June 2023
Telephonic Conversation With Kagdapith Police Station
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
August 16, 2021
Prathmesh Khunt
October 25, 2021
Prathmesh Khunt
April 6, 2022