Fact Check
WeeklyWrap : તામિલનાડુમાં બિહારી શ્રમિકોને લઈને ચાલી રહેલા વિવાદ પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : તામિલનાડુમાં બિહારી શ્રમિકોની હત્યાના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ…

તામિલનાડુમાં બિહારી શ્રમિકોની હત્યાના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોનું સત્ય
વાયરલ તમામ વીડિયો બિહારી કામદારો પરના હુમલાઓ સાથે જોડાયેલ નથી. એક વિડિયો હૈદરાબાદની હત્યાનો છે જ્યારે બીજો રાજસ્થાનમાં થયેલી હત્યાનો ટ્રેસ કરવામાં આવ્યો છે. ત્રીજો વીડિયો કોઈમ્બતુરમાં ગેંગવોરનો હોવાનું જાણવા મળ્યું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ
તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો છે તેમજ હત્યા પણ કરવામાં આવી રહી હોવાના દાવા સાથે ઘણા ભ્રામક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે જૂથો રસ્તા પર મારા મારી કરતા જોવા મળે છે. આ ઘટના હાલમાં તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે બની રહી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
શિવરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા બોલી રહેલા શબ્દોને ભ્રામક સંદર્ભમાં રજૂ કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ઉદ્ધવ ઠાકરે મુઘલ શાસક ઔરંગઝેબની બહાદુરીનું વર્ણન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં ઔરંગઝેબ નામના ભારતીય સેનાના શહીદ જવાનનો ઉલ્લેખ કર્યો હતો
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044