આ સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પહલગામની બૈસરન વેલીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના વિશે સૌથી વધુ ડિસઇન્ફર્મેશન વાઇરલ થયેલી જોવા મળી. જેમાં પહલગામ આતંકીની પહેલી વાઇરલ તસવીર હોવાનો દાવો કરાયો હતો. સોશિયલ મીડિયા સહિત મેઇન સ્ટ્રિમ મીડિયામાં આ તસવીર સમગ્ર દેશમાં પ્રકાશિત થઈ હતી. મેઇન સ્ટ્રિમ મીડિયા પણ આ તસવીર પ્રકાશિત કરતા ડિસઇન્ફર્મેશનનું શિકાર બન્યું હતું. અમારી તપાસમાં તસવીર ખરેખર કાશ્મીરની 2021માં વાઇરલ થયેલા એક વીડિયોમાંથી લેવાયેલી હોવાનું બહાર આવ્યું. તેને પહલગામ સાથે કોઈ જ લેવાદેવા નથી. આ ઉપરાંત પહલગામ હુમલામાં માર્યા ગયેલા પીડિતો મામલે પણ મિસઇન્ફર્મેશનની ભરમાર રહી. જેમાં ઇન્ડિયન નેવીના લફ્ટ. વિનય નરવાલનો પત્નિ સાથેના ડાન્સનો હુમલા પહેલાનો છેલ્લો વીડિયો હોવાના દાવા સાથે વીડિયો પણ વાઇરલ થયો હતો. તે પણ અમારી તપાસમાં એક અન્ય કપલનો હોવાનો પુરવાર થયો. ઉપરાંત પહલગામ આતંકીમાં પંદર મુસ્લિમો પણ માર્યા ગયા હોવાના દાવા સાથે એક મૃતકોની યાદી વાઇરલ થઈ હતી. જોકે, અમે તપાસ કરી અને તેમાં યાદી બનાવટી હોવાનું પુરવાર થયું. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

શું આ પહલગામ આતંકવાદી હુમલાના બંદૂકધારી આતંકીની તસવીર છે?
પહલગામ હુમલાના આતંકીની હાથમાં બંદૂક સાથેની પહેલી તસવીર સામે આવી હોવાનો દાવો કરતી વાઇરલ ઇમેજ ઘણા યુઝર્સ શેર કરવામાં આવી હતી. પરંતુ આ દાવો ખોટો છે. આ ઇમેજ વર્ષ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વીડિયોમાંથી લેવામાં આવી છે. વધુ અહેવાલ અહીં વાંચો.

આ વીડિયો પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લેફ્ટ. વિનય નરવાલ અને તેમની પત્નીનો નથી
પહલગામ આતંકવાદી હુમલાના પીડિત લેફ્ટનન્ટ વિનય નરવાલનો તેમની પત્ની હિમાંશી સાથેનો છેલ્લો વીડિયો હોવાનો દાવો વાઇરલ થયો હતો. તપાસમાં આ દાવો પણ ખોટો નીકળ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

આતંકી હુમલામાં માર્યા ગયેલા વ્યક્તિના શબ પર બેઠેલા બાળકનો વીડિયો પહલગામ હુમલાનો નથી
પહલગામ આતંકવાદી હુમલામાં બાળકે પોતાના પિતા ગુમાવ્યા. બાળકનું રુદન તમારા રૂંવાડા ઊભા કરી દેશે એવો દાવો કરતો વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં તે ખોટો નીકળ્યો છે. વાઇરલ વીડિયો ખરેખર વર્ષ 2020માં સોપોરમાં થયેલા હુમલાની ઘટનાનો છે. વધુ અહેવાલ અહીં વાંચો.

પહલગામ આતંકી હુમલામાં 15 મુસ્લિમ માર્યાં ગયાં? ના, વાઇરલ યાદી ખોટી છે
પહલગામ ટેરર એટેકમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓની આ સંપૂર્ણ યાદી જેમાં 26માંથી 15 મુસ્લિમો છે. પરંતુ મીડિયા આ યાદી નથી બતાવતું એવો દાવો શેર કરાયો હતો. તપાસમાં યાદી ખોટી નીકળી છે. પહલગામ આતંકી હુમલામાં મૃતકોમાંથી 26માંથી 15 મુસ્લિમો મૃતકો નથી. વાઇરલ યાદી ગેરમાર્ગે દોરનારી અને ખોટી છે. વધુ અહેવાલ અહીં વાંચો.