WeeklyWrap : નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો બીજી તરફ ગુજરાતમાં AAP 49-54 બેઠકો પર જીત મેળવી રહી હોવાના દાવા પર newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના ભ્રામક દાવા સાથે ન્યુઝ પેપર કટિંગ વાયરલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ આજે અમદવાદના રાણીપ ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું. બીજી તરફ મોરબી ખાતે બ્રિજ તૂટી પડવાની દુઃખદ ઘટનાને પણ થોડા દિવસો જ થયા છે. સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

પીએમ મોદીના રોડ શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લાગ્યા હોવાના દાવા સાથે એડિટેડ વિડીયો વાયરલ
ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પીએમ મોદી હાથ મિલાવીને લોકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળે છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં પીએમ મોદીના રોડ શોમાં કેજરીવાલના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

પરેશ રાવલનો લોકોની માફી માંગતો જૂનો વીડિયો ગુજરાત ચૂંટણીના સંદર્ભમાં વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા પરેશ રાવલે બંગાળીઓ વિશેના તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી છે. વીડિયોમાં કેટલાક પ્રદશનકારીઓ દ્વારા તેમની ઘેરી લેવામાં આવ્યા છે, જે સમયે તેઓને માફી માંગતા સાંભળી શકાય છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ગુજરાતમાં AAP 49-54 બેઠકો પર જીત મેળવી રહી હોવાના દાવા સાથે એડિટેડ ન્યુઝ ગ્રાફિક વાયરલ
કેટલાક ફેસબુક યુઝર્સે આ બન્ને ન્યુઝ ગ્રાફિક્સને શેર કરતા સાથે દાવો કરી રહ્યાં છે કે AAP પાર્ટી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની લગભગ 3 દાયકાની સત્તામાં રહેલા ભાજપને હટાવવા માટે તૈયાર છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

નટરાજ પેન્સિલ કંપની ઘરે બેઠા લોકોને નોકરી આપી રહી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે નટરાજ પેન્સિલ કંપની ઘરે બેઠા લોકોને નોકરી આપી રહી છે. વાયરલ પોસ્ટ અનુસાર, નટરાજ કંપની લોકોને નોકરી આપી રહી છે જ્યાં તેઓ પેન્સિલ પેક કરીને દર મહિને 30,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. વાયરલ પોસ્ટ અહીં જોઈ શકાય છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044