Fact Check
WeeklyWrap : ગુજરાતમાં 5G ટાવર સળગાવવામાં આવ્યો તો C.R.Patil ના નામે સરકાર પર કટાક્ષ કરતી ભ્રામક પોસ્ટ અને આંધ્રપ્રદેશ સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર આપી રહી હોવાના ભ્રામક દવાઓ પર ફેક્ટ ચેક
WeeklyWrap
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોરોના 5G ના કારણે ફેલાયો છે, તો ગુજરાતમાં 5G ટાવર સળગાવવામાં આવ્યો છે. બીજી તરફ કોરોના ખતમ થઈ ગયો છે અને ગુજરાતમાં હોસ્પિટલની અછત થઇ જ નથી જેવા ભ્રામક દાવાઓ કરતી પોસ્ટ ડોકટર અને ભાજપ અધ્યક્ષના નામ સાથે વાયરલ થયેલ છે.

ગુજરાતમાં 5G ટાવર સળગાવવામાં આવ્યો હોવાના દાવા સાથે જૂનો વિડિઓ વાયરલ, જાણો શું છે કોરોના અને 5G વચ્ચે સંબંધ
5G ટાવરના રેડિએશન ના કારણે કોરોના વધુ ફેલાયો છે, તો 5G ટાવર ના કારણે પક્ષીઓ પણ મરી રહ્યા હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ છે. આ તમામ વાયરલ પોસ્ટ સંદર્ભે વધુ એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ગુજરાતમાં 5G ટાવરમાં આગ લગાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર “साहब के शहर गुजरात में ही जला दिया साहब के दोस्त अंबानी का टावर 5g” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

ભાજપ અધ્યક્ષ C.R.Patil ના નામે સરકાર પર કટાક્ષ કરતી ભ્રામક પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું પાટીલે
ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ નાગરિક હોસ્પિટલ બીલ ના કારણે દેવાદાર નથી થયું. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે. આ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થયેલ છે. (Social Media Post Viral On BJP President CR Patil)

કોરોના વિદાય લઇ રહ્યો હોવાના દાવો કરતી પોસ્ટ ડો.તેજશ પટેલના નામ સાથે વાયરલ, જાણો શું કહ્યું તેજશ પટેલે
અમદાવાદ પ્રખ્યાત ડોક્ટર તેજશ પટેલ પર એક પોસ્ટ વાયરલ થયેલ છે. જેમાં કોરોના વાઈરસની બીજી લહેર ટૂંક સમયમાં ખતમ થઇ જશે અને ત્રીજી લહેર પણ નહીં આવે જેવી વાત ડો.તેજશ પટેલ દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે. ફેસબુક પર ઘણા યુઝર્સ દ્વારા આ પોસ્ટ “કોરોના વિદાય લઇ રહ્યો છે, બીમાર જલ્દી તંદુરસ્ત થશે, હવે કોઈએ ડરવાની જરૂર નથી” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.

આંધ્રપ્રદેશ સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફેસબુક પર “ભણેલા અને અભણ નેતાઓ વચ્ચે નો તફાવત તમે જોઈ શકો છો… સમગ્ર રાજ્યમાં કોઈને પણ કોરોના થાય તો સંપૂર્ણ મફત ટ્રીટમેન્ટ.. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ.” કેપશન સાથે CM Jagan Reddyનો એક વિડિઓ વાયરલ થયેલ છે.

વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર આ હદ્દ સુધી થાય છે, જાણો શું કહે છે ડોક્ટર
વેક્સીન લેવા મુદ્દે પણ સોશ્યલ મીડિયા પર ઘણી ભ્રામક અફવાઓ ફેલાયેલ છે. ત્યારે હાલ કોરોના સંક્ર્મણ ક્યાં સ્તર પર પહોંચ્યું છે સંક્ર્મણની અસર જાણવા માટે HRCTC રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં ફેફસાં પર કેટલી હદ્દ સુધી વાયરસની અસર થયેલ છે તે જાણવા મળે છે. આ સંદર્ભે ફેસબુક અને ટ્વીટર પર આવા જ એક HRCTC રિપોર્ટ પર બે ફેફસાંની સરખામણી બતાવતો વિડિઓ વાયરલ થયેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)