WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોરોના વચ્ચે કુંભ મેળામાં શાહી સ્નાન સમયે થયેલ ભીડ, Remdesivir Injection અંગે ભ્રામક દાવા તો કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થાય છે! અને મહારાષ્ટ્રમાં 15 દિવસનુંકડક Lockdown લાગુ કરવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

2019માં થયેલ Kumbh Melaની તસ્વીર હાલમાં શાહી સ્નાન સમયે આ ભીડ હોવાના દાવા સાથે વાયરલ
હરિદ્વારમાં ચાલી રહેલ કુંભ મેળામાં શાહી સ્નાન સમયે લોકોની આ પ્રકારે ભીડ જોવા મળી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. 2019માં અલ્હાબાદમાં યોજાયેલ કુંભ મેળામાં શાહી સ્નાન સમયે લેવામાં આવેલ તસ્વીર હાલ કોરોના વાયરસના વધતા કેસના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

દાહોદ સ્ટેશન પર બે Terrorist ઝડપાયા હોવાના ભ્રામક વિડિઓનું સત્ય
દાહોદ રેલવે સ્ટેશન ખાતે બે આતંકવાદી ઝડપાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલ મોકડ્રિલ સમયે લેવામાં આવેલ વિડિઓ ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. આ અંગે રેલવે પોલીસ દાહોદ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

ન્યુઝ ચેનલના બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી Remdesivir Injection અંગે ભ્રામક દાવા પર ખુલાસો
ન્યુઝ ચેનલ TV9ના બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. આ મામલે સી.આર.પાટીલ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવા માં આવ્યું હતું કે તમામ માટે મફતમાં Remdesivir Injectionની ફાળવણી કરવામાં આવી છે. નવસારી માટે 100 અને સુરત શહેર માટે 900 ઇન્જેકશનો વિતરણ કરાયા છે.

મહારાષ્ટ્રમાં 15 દિવસનું Lockdown લાગુ કરવામાં આવ્યું હોવાની ભ્રામક માહિતી વાયરલ, જાણો શું બંધ રહેશે
મહારાષ્ટ્રમાં 15 દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાની પોસ્ટ તદ્દન ભ્રામક છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં Lockdown જેવા જ નિયમો લાગુ, સીએમ ઉદ્ધવે બ્રેક ધી ચેઇન અભિયાનની કરી શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યમાં 15 દિવસનો કડક કર્ફ્યુ રહેશે. જયારે ન્યુઝ સંસ્થાન અને ફેસબુક યુઝર્સ દ્વારા લોકડાઉન લાગુ થયું હોવાની ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના ભ્રામક દાવાનું સત્ય
કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજન લેવલ ઘટવા સામે ઘરેલુ ઉપચાર કપૂર અને લવિંગ સુંઘવાથી ઓક્સિજન લેવલમાં વધારો થાય છે, આ દાવા સાથે કરવામાં આવેલ સોશ્યલ મીડિયા પોસ્ટ તદ્દન ભ્રામક છે. WHO તેમજ ડોક્ટરની સલાહ મુજબ આ પ્રકારે કોઈપણ ઉપચાર સાથે Oxygen લેવલમાં વધારો થતો નથી. વાયરલ પોસ્ટમાં જણાવેલ ઉપચાર અંગે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ કે કોઈ રિસર્ચ રિપોર્ટ જોવા મળતો નથી.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)