WeeklyWrap
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં આવેલ વાવાઝોડા અંગે સોશ્યલ મીડિયા પર દીવ અને સોમનાથ દરિયાના વાયરલ વિડિઓ અને ઇઝરાયલે ફાઈટર જેટ દ્વારા હુમલો કર્યો તો બીજી તરફ ગંગા નદી માંથી મળી આવેલ લાશ કુતરાઓ ખાઈ રહ્યા હોવાના ભ્રામક દાવાઓ સ્પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

ઇઝરાયલે ફાઈટર જેટ દ્વારા હુમલો કર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ, જાણો શું છે હકીકત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સંદર્ભે ફેસબુક પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ઇઝરાયેલના ફાઈટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો “હમાસે ( ગાઝા ) બહુ પ્રયત્નો કર્યા પણ *છેલ્લે ઇઝરાયેલ ના ફાઈટરે બધું ઉડાડી દીધું” કેપશન સાથે ફેસબુક પર આ વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે વાયરલ વિડિઓ પર વધુ સર્ચ કરતા “Israel defense system” કેપશન સાથે અન્ય ફેસબુક પોસ્ટ પણ જોવા મળે છે.

સોમનાથ અને દીવ દરિયા કાંઠે તોફાન સર્જાયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
સોશ્યલ મીડિયા પર સોમનાથ અને દીવ દરિયા કિનારે ભારે વરસાદ અને વાવાઝોડા અંગે વિડિઓ વાયરલ થયેલ છે. ફેસબુક પર “દર વખતે વાવાઝોડું સોમનાથ.દ્વારકા.પોરબંદર. થી આવતુ એટલે ફંટાય જતુ ત્યા મહાદેવ હતા અને આ વખતે દીવ માંથી નાંગળીને આવ્યો છે હવે નક્કી નહી ક્યારે ઉતરે” કેપશન સાથે દીવ દરિયા કિનારે તોફાન સર્જાયું હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે.

દીવમાં વાવાઝોડું શરૂ થયું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યો ભ્રામક વિડિઓ
વાવાઝોડાની શરૂઆત થતા સાથે સોશ્યલ મીડિયા પર દીવ અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાના દાવા સાથે એક વિડિઓ ખુબ જ શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “ઉનામાં જોરદાર પવન વાવાઝોડું 140 ની સ્પીડ વરસાદ સાથે હાહાકાર મચાવી રહ્યો છે” કેપશન સાથે ન્યુઝ સંસ્થાન તેમજ અનેક ટ્વીટર વેરિફાઇડ યુઝર્સ દ્વારા પણ આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.

કુતરાઓ ગંગા નદી માંથી મળી આવેલ કોરોના સંક્રમિત લાશ ચૂંથી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
“હિનદુ હૃદય સમ્રાટોને અને ફરજી હિનદુતવના ઠેકેદારોને મા ગંગા બોલાવે છે કયાય સુતા હોય તો જગાડો હિનદુઓની લાશોને કાગડા કુતરા ચુથે છે” કેપશન સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં નદી કિનારે કુતરાઓ લાશ ચૂંથી રહ્યા છે, સાથે આ ઘટના હાલમાં ગંગા નદીમાં મળી આવેલ લાશ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

ગુજરાતમાં 5G ટાવર સળગાવવામાં આવ્યો હોવાના દાવા સાથે જૂનો વિડિઓ વાયરલ, જાણો શું છે કોરોના અને 5G વચ્ચે સંબંધ
5G ટાવરના રેડિએશન ના કારણે કોરોના વધુ ફેલાયો છે, તો 5G ટાવર ના કારણે પક્ષીઓ પણ મરી રહ્યા હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ છે. આ તમામ વાયરલ પોસ્ટ સંદર્ભે વધુ એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ગુજરાતમાં 5G ટાવરમાં આગ લગાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર “साहब के शहर गुजरात में ही जला दिया साहब के दोस्त अंबानी का टावर 5g” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)