Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
દેશભરમાં ચાલી રહેલ NRC અને CABના વિરોધને લઇ “ગુજરાતમાં ત્રણ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ” કરવામાં આવી છે. zee24kalak ન્યુઝ ચેનલના બ્રેકીંગ પ્લેટમાં આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે.
વેરિફિકેશન :-
દેશભરમાં ચાલી રહેલ NRC અને CABના વિરોધમાં અનેક અફવા અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. ગુજરાતી ન્યુઝ ચેનલ zee 24kalak દ્વારા ગુજરાતભરમાં ત્રણ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવાની બ્રેકીંગ પ્લેટ ચલાવવામાં આવી હતી. આ બ્રેકીંગ પ્લેટની તસ્વીર ફેસબુકના માધ્યમથી વાયરલ કરવામાં આવી છે.
વાયરલ તસ્વીરને એડિટ કરી આ ભ્રામક માહિતી ફેલાવવામાં આવી હોવાની ખરાઈ કરવા માટે અમે તસ્વીર સાથે જે ફોન નંબર આપેલ છે તેમાં વાત કરતા સાબિત થાય છે કે આ તસ્વીર zee24kalak દ્વારા જ પોસ્ટ કરવામાં આવી છે. “હા એ બ્રેકીંગ પ્લેટ અમે જ પોસ્ટ કરી છે : તેજશ મોદી”
ત્યારે આ વાયરલ દાવાના સત્ય માટે ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મિડિયા સામે CAB અને NRC વિષે થઇ રહેલ વિરોધ અંગે તેમજ ફેલાય રહેલ ભ્રામક માહિતી વિષે ખુલાસો આપતો વિડિઓ મોકલવામાં આવે છે. ગૃહમંત્રી દ્વારા હિંસક આંદોલનને વખોડવામાં આવ્યું તેમજ કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યા અને ઈન્ટરનેટ સંબંધે ફેલાય રહેલ ભ્રામક માહિતી વિષે પણ ખુલાસો આપતા કહ્યું છે કે હાલ કોઈપણ જગ્યા પર ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા નથી.
આ ઉપરાંત અમે ગુજરાત cyber cell માં પણ ફોન કરી આ વિષે માહિતી માંગી હતી, જેના જવાબમાં cyber cell અધિકારી દ્વારા કહેવમાં આવ્યું છે કે આ પ્રકારે કોઈપણ આદેશ હજુ સરકાર તરફથી આપવામાં આવ્યા નથી, ના કે અમને કોઈપણ પ્રકારે લેખિત આદેશ મળ્યો છે. આ તમામ તથ્યો પરથી સાબિત થાય છે કે zee24kalak દ્વારા ઈન્ટરનેટ સેવા બંધ હોવાની ભ્રામક ખબર ફેલાવવામાં આવી છે. ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં નથી આવી વાયરલ બ્રેકીંગ પ્લેટ એક ભ્રામક માહિતી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
YOUTUBE SEARCH
FACEBOOK SEARCH
પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025