ડો.મનમોહન સિંહનું નિધન થી લઇ પ્રિયંકા ગાંધીની અટકાયત અને DPS સ્કૂલના ટીચરે વિધાર્થી સાથે મારપીટ જેવા મુદ્દાઓ પર ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

વલસાડની DPS સ્કૂલના ટીચર વિધાર્થીઓ સાથે મારપીટ કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય
DPS સ્કૂલ ટીચરે વિધાર્થીઓને માર માર્યો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે. વિડીઓમાં એક વ્યક્તિ નાના બાળકોને ડંડા વડે હાથ અને પીઠ પર માર મારી રહ્યો છે. ફેસબુક પર “આ વલસાડના DPS SCHOOL રાજબાગના શિક્ષક શકીલ અહમદ અંસારી છે, વિડિઓ એટલો શેર કરો કે આ શિક્ષક અને શાળા બન્ને બંધ થાય.” ટાઇટલ સાથે અનેક યુઝર્સ દ્વારા વિડિઓ શેર કરવામાં આવેલ છે.

UPમાં વાલ્મિકી મંદિરની સફાઈ કરતી પ્રિયંકા ગાંધીની એડિટ કરાયેલ તસ્વીર ભ્રામક દાવા સાથે વાયરલ
ફેસબુક અને ટ્વીટર પર પ્રિયંકા ગાંધીની ઝાડુ વડે સફાઈ કરતી તસ્વીર શેર કરવામાં આવેલ છે, તસ્વીરમાં એક ફોરોગ્રાફર જમીન પર સુતા-સુતા પ્રિયંકા ગાંધીની ફોટોગ્રાફી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ PM મોદીની સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મુલાકાત દરમ્યાન પણ આ પ્રકારે એક તસ્વીર વાયરલ થઈ હતી, જે મુદ્દે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.

શું ખરેખર સરકારી કર્મચારીઓ હવે RSS સાથે જોડાઈ શકે છે? જાણો ક્યાં રાજ્યએ પ્રતિબંધ હટાવ્યો છે.
સરકારી કર્મચારીઓ ના RSS સાથે જોડાવા પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ પોસ્ટ અર્ધ સત્ય છે. હરિયાણા સરકારે હાલમાં આ નિયમ રદ્દ કર્યો છે, તેમજ અગાઉ અન્ય કેટલાક ભાજપ શાસિત રાજ્યોમાં આ નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે. પરંતુ 1966માં શરૂ કરવામાં આવેલ નિયમ હજુ પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કેટલાક રાજ્ય સરકારના કર્મચારી માટે યથાવત છે.

ભાજપ કાર્યકર્તાઓ એ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન થયું હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરી
ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત અચાનક બગડી ગઈ. 13 ઓક્ટોબરે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન આ વર્ષે એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત પણ જોવા મળ્યા હતા. ત્યારે આ ક્રમમાં સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા ડો.મનમોહન સિંહનું નિધન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દશેરાના દિવસે રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોના મોત થયા હોવા અંગે ભ્રામક ખબર વાયરલ
“દશેરામાં રાવણ દહન વખતે રાવણ ફૂટતાં 56 લોકોના થયા મોત” હેડલાઈન સાથે athegathe વેબસાઈટ પર એક ન્યુઝ પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક પર વાયરલ પોસ્ટ સાથે ન્યુઝ બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે. જેમાં રાવણ સળગવાથી 56 લોકોનું મૃત્યુ થયું હોવા અંગે માહિતી આપવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044