ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા તો ગઢચિરોલી ખાતે 26 નક્સલીના શબ લઈને કમાન્ડો પરત ફર્યા અને ન્યુઝ ચેનલો એ શેર કરી જેવર એરપોર્ટની ભ્રામક તસ્વીર તેમજ કાશી વિશ્વનાથ મંદિર અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ અંગે TOP 5 ફેક્ટ ચેક

મોરબી માંથી પકડાયેલા ડ્રગ્સ માફિયાના આરોપી AAP કાર્યકર્તા હોવાનો ભ્રામક દાવો વાયરલ
600 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલ ત્રણ સપ્લાયરોની એક ભ્રામક તસ્વીર શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર મોરબી માંથી પકડાયેલ ડ્રગ્સ અંગે પોસ્ટ કરવામાં આવેલ ખબરની તસ્વીરમાં આરોપીઓ આમ આદમી પાર્ટીની ટોપી પહેરેલા જોવા મળે છે, સાથે તેઓ AAP સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવેલ છે.

ગઢચિરોલી ખાતે 26 નક્સલીના શબ લઈને કમાન્ડો પરત ફર્યા અને તેમના સ્વાગતમાં ઢોલ વગાડવામાં આવ્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ન્યુઝ સંસ્થાન Dvyabhaskar, Khabarchhe, Khabargujarat અને CN24 દ્વારા “26 નક્સલીના શબ લઈને પરત ફર્યા કમાન્ડો, સ્વાગતમાં વગાડવામાં આવ્યા ઢોલ” હેડલાઈન સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. જેમાં જવાનો ઠાર થયેલા નક્સલીઓ લઈને આવે છે, અને જવાનોની બહાદુરી માટે તેમનું સ્વાગતમાં બેન્ડ-બાજા સાથે કરવામાં આવે છે.

કાશી વિશ્વનાથ મંદિરનું નવું સ્વરૂપ ટાઇટલ સાથે ગુજરાતના સોમનાથ મંદિરનો વિડિઓ વાયરલ
કાશી વિશ્વનાથ કોરિડોરના નવા સ્વરૂપ સાથે સોશ્યલ મીડિયા પર “કાશી વિશ્વનાથ મંદિરના ભવ્ય સ્વરૂપ” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. ટ્વીટર અને ફેસબુક પર કેટલાક યુઝર્સ આ મંદિર કાશી વિશ્વનાથ બાબાનું મંદિર હોવાનું માની ભ્રામક ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે.

ન્યુઝ ચેનલો અને નેતાઓ એ શેર કરી જેવર એરપોર્ટની ભ્રામક તસ્વીર, જાણો શું છે સત્ય
જેવર એરપોર્ટની અંગે કેટલીક માહિતી સાથે ન્યુઝ સંસ્થાન Sandesh, Gstv, S24 News અને Divyabhaskar દ્વારા એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર જેવર એરપોર્ટના મોડેલ તરીકે પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉપરાંત, “એશિયાનું સૌથી મોટું એરપોર્ટ મળવા બદલ ઉત્તરપ્રદેશને અભિનંદન” ટાઇટલ સાથે ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા જેવર એરપોર્ટની મોડેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

કંગના રનૌતને એવોર્ડ આપવાના સંદર્ભે મહિલાઓએ પોસ્ટર પર કાળો રંગ લાગવી વિરોધ કર્યો હોવાનો વિડિઓ વાયરલ
એક્ટર કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડ આપવાના વિરોધમાં ફેસબુક પર એક વિડિઓ વાયરલ થયેલ છે, વિડીઓમાં કેટલીક મહિલાઓ કંગના રનૌતના પોસ્ટર પર ચપ્પલ અને કાળો રંગ લગાવી વિરોધ નોંધાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “કંગના ને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા ની ખુશી વ્યક્ત કરતાં ભારતીયો” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ 1k થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. જયારે, crowdtangle ડેટા અનુસાર વાયરલ વિડિઓ કેટલાક કોંગ્રેસ ફેસબુક ગ્રુપ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044