PM મોદી ની NGO અંગે જાહેરાત તો બીજી તરફ ચૂંટણી આયોગ દ્વારા મતદાન અંગે કરવામાં આવેલ જાહેરાત તેમજ મહારાષ્ટ્ર બોર્ડના પરીક્ષા ફોર્મમાં હિન્દૂ કોલમ માટે સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

PM મોદીની જાહેરાત : 1098 પર કૉલ કરો અને તમારા ફંક્શનમાં વધેલું જમવાનું આપો, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
ફેસબુક પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર “જો તમારા ઘરે કોઈ ફંક્શન/પાર્ટી હોય અને તમે જોશો કે ઘણું બધું ખાદ્યપદાર્થ વેડફાય છે, તો કૃપા કરીને 1098 પર કૉલ કરવામાં અચકાશો નહીં, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન. તેઓ આવશે અને ખોરાક એકત્રિત કરશે…કૃપા કરીને આ સંદેશ ફેલાવો જે ઘણા બાળકોને ખવડાવવામાં મદદ કરી શકે છે.”

ઇસ્લામ ધર્મને ટાર્ગેટ બનાવી ફોક્સવેગન કારની એક વિવાદાસ્પદ જાહેરાત વાયરલ, જાણો શું છે સત્ય
ફેસબુક પર ફોક્સવેગન કારની એક જાહેરાતનો વિડિઓ ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. ફોક્સવેગન કારની આ જાહેરાતમાં એક વ્યક્તિ ઇસ્લામિક દેશમાં કાર ભીડ વાળા વિસ્તારમાં ઉભી રાખે છે. ત્યારે કારની અંદર બોમ્બ વિસ્ફોટ થાય છે, પરંતુ બહાર ઉભેલા વ્યક્તિઓને હાનિ પોહોચતી નથી. સોશ્યલ મીડિયા પર આ જાહેરાત “ફોક્સવેગન કાર ની આ જાહેરાત એ ઇસ્લામ ને જ ખતરા માં નાખી દીધો છે.” ટાઇટલ સાથે શેર કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોર્ડના પરીક્ષા ફોર્મ માંથી ‘હિન્દૂ’ કોલમ હટાવવામાં આવ્યું હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
શિવસેનાના સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારે સ્કૂલના અરજી ફોર્મ માંથી ‘હિંદુ’ની શ્રેણી દૂર કરી દીધી છે. ન્યૂઝચેકર દ્વારા હકીકત તપાસમાં દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. સોશ્યલ મીડિયા પર મહારાષ્ટ્ર્ર સરકારનું HSC અને SSC પરીક્ષાનું ફોર્મ વાયરલ થયેલ છે, વિવાદની વાત એ છે કે, આ ફોર્મ માંથી ‘હિન્દૂ’ ધર્મનું કોલમ હટાવવામાં આવ્યું છે.

નેપાળના પહાડો માંથી 201 વર્ષની ઉમરના સાધુ મળી આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
નેપાળના પહાડો માંથી એક સાધુ મળી આવ્યા છે, જેની ઉમર 201 વર્ષ હોવાના દાવા સાથે એક તસ્વીર વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર આ સાધુ દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ તેમજ જીવિત હોવાના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે.

જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કપાઈ જશે!, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક ન્યુઝ પેપરની ક્લિપિંગ શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કાપવામાં આવશે. ઉપરોક્ત દાવો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા 2019થી અવાર-નવાર શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044