CDS બિપીન રાવત ના હેલિકોપ્ટર ક્રેશ થયાનો લાઈવ વીડિયો બીજી તરફ રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી અને પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના અંગે ફેલાયેલ ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

રસ્તા પર બર્થ ડે સેલિબ્રેટ કરતા યુવકનું મૃત્યુ થયું હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર “બર્થ ડે ની ઉજવણી કરતાં પેહેલા વિચારો ધ્યાનથી જોવો આ વિડીયો ને બર્થ ડે ઉજવણી કરવા નું બધં કરો તમારી મજા કોઈ ની મોત ની સજા થયં શકે” ટાઇટલ સાથે આ વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં કેટલાક મિત્રો બર્થ દે સેલિબ્રેટ કરી રહ્યા હતા અને બર્થ ડે બમ્પ મારી રહ્યા હતા. જેમાં મિત્રો દ્વારા યુવકને વધુ વાગી જતા તેનું મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકારી લેટર વાયરલ, જાણો શું છે સત્ય
દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના કેસો સામે આવી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના 9 કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું હતું, ત્યારબાદ તેમને આરયુએચએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ લોકોના સંપર્કમાં આવેલા વધુ પાંચ લોકોમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે.

પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના સાથે રૂ 4000ની સહાય આપવામાં આવતી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
સોશ્યલ મીડિયા પર આવી જ એક સરકારી યોજનાની નોંધણી અંગે પોસ્ટ વાયરલ થયેલ છે, જેમાં પ્રધાનમંત્રી દ્વારા રામ બાણ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નોંધણી કરાવનાર તમામ યુવાનોને 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વાયરલ મેસેજ વોટસએપ અને ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

અરુણાચલમાં થયેલ Mi-17 ક્રેશ લેન્ડિંગનો વીડિયો જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
ભારતના આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. તામિલનાડુ એર બેઝ પરથી વેલિંગ્ટન જવા માટે સીડીએસ બિપિન રાવત સહિત કુલ 14 લોકોએ હેલિકોપ્ટરમાં ઉડાણ ભરી હતી, ત્યારે કુન્નૂરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ દર્શાવતો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

સીરિયામાં થયેલ ચોપર ક્રેશના વિડિઓને જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો હોવાના દાવા સાથે વાયરલ
જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીઓમાં કેટલાક યુઝર્સ દ્વારા હવામાં હેલિકોપ્ટરમાં આગ લાગવાનો એક વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે. ફેસબુક અને યુટ્યુબ પર “CDS બિપીન રાવત ના હેલિકોપ્ટર ક્રેશ થયાનો લાઈવ વીડિયો” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044