સુરતમાં આગામી 10 દિવસ માટે ST બસ સેવા બંધ બીજી તરફ CRPF જવાનોની વાયરલ થયેલ તસ્વીર અને થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી હોવાના દાવા પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

સુરતમાં આગામી 10 દિવસ માટે ST બસ સેવા બંધ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિવસે-દિવસે વધારો જોવા મળી રહ્યો છે. મહાનગરોમાં કોરોના સંક્ર્મણને ધ્યાને રાખતા સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુ સાથે અનેક નિયમો લાગુ કર્યા છે. આ સાથે જ સોશ્યલ મીડિયા પર લોકડાઉન અને કર્ફ્યુ અંગે અનેક ખબરો ફરતી થઈ છે, જેમાં આગામી 10 દિવસ માટે સુરત શહેરથી ઉપડતી ST બસ સેવા બંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા બે CRPF જવાનોની તસ્વીરનું સંપૂર્ણ સત્ય જાણવા માટે વાંચો ન્યૂઝચેકરનો રિપોર્ટ
ફેસબુક, ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. તસવીરમાં બે સીઆરપીએફ જવાનોની તસ્વીર છે. બન્ને તસ્વીરોની સરખામણી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે 2012માં CRPF જવાનોનો યુનિફોર્મ કેવો હતો અને હવે 2021માં તેઓ કેવી રીતે ટેક્નોલોજીથી સજ્જ થયા છે.

થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
નકલી ખાદ્ય વસ્તુનો વેપાર થતો હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પે એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં થર્મોકોલ માંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ વિડીઓમાં થર્મોકોલના ટુકડાનો બારીક ભૂકો કરી તેમાંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નાના બાળકોનું અપહરણ કરીને સૂટકેસમાં લઈ જનાર વ્યક્તિનો વિડિઓ વાયરલ, જાણો શું છે સત્ય
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બાળકને બેગમાં મૂકીને તેનું અપહરણ કરી લઇ જઈ રહ્યો હતો. વીડિયોમાં તે વ્યક્તિ એક બાળકને બેગમાં લઈને જઈ રહ્યો છે, ત્યારે હાજર કેટલાક લોકો તે વ્યક્તિને પકડી લીધો હતો. વાયરલ વીડિયોમાં મહિલાનું કહેવું છે કે તેણે સૂટકેસ માંથી એક બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે હાજર રહેલા લોકોએ સૂટકેસની તપાસ કરતા તેમાંથી એક બાળક મળી આવે છે.

ગુજરાતમાં રાત્રે 10 વાગ્યાથી લોકડાઉન તેમજ અન્ય નિયમો લાગુ થયા હોવાનો ભ્રામક મેસેજ વાયરલ, જાણો શું કહ્યું સરકારે
કોરોના વાયરસના કેસમાં દરરોજ વધારા સાથે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતમાં 3000થી વધુ ઓમીક્રોન વેરિએન્ટના કેસો અલગ-અલગ શહેરમાં નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રેન્ટ ગુજરાત સમિટ તેમજ ફ્લાવર શો જેવા કાર્યક્રમો કોરોના કેસને ધ્યાને લેતા મૌકુફ રાખ્યા છે. આ તમામ ઘટના ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં રાજ્ય સચિવનો હવાલો આપતા રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી સંપૂણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044