Fact Check
WeeklyWrap : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન મોદીના યુરોપ પ્રવાસ મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લાગ્યા તો બીજીતરફ AAP નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરી અને PM મોદીની જર્મન ચાન્સેલર સાથેની મિટિંગમાં જવાહરલાલ નેહરુની તસ્વીર જોવા મળી વગેરે જેવા ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક

રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લાગ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક યુઝર્સ વિજય સવાણી દ્વારા “રાષ્ટ્રપતિ RSS વાળાના પગે પડ્યા” ટાઈટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેજ પર બે વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા નજરે પડે છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે રામનાથ કોવિંદ RSSના સભ્યોને પગે લાગી રહ્યા છે.

AAP નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાંના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર “દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મીટીંગ ચાલી રહી હતી,, ત્યારે સાસદ સંજયસિહે તેમની જ પાર્ટી ના નેતા ને બૂટ કાઢીને ધોયા તો સામે તેમના જ નેતા એ સંજયસિહને જૂતાં માર્યા” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે મિટિંગ દરમિયાન એક નેતા પોતાના જૂતા વડે તેના સાથી નેતાને માર મારી રહ્યા છે.

PM મોદી અને જર્મન ચાન્સેલરની મિટિંગમાં જવાહરલાલ નેહરુની તસ્વીર લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા જોવા મળે છે. નોંધનીય છે કે જે રૂમમાં મોદી બેઠા છે ત્યાં દિવાલ પર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની છબી લટકાયેલ જોવા મળી રહી છે.

ઉનાળામાં ફ્યુલ ટેન્ક ફૂલ ના ભરવા જોઈએ ટાઇટલ સાથે સળગતા બાઈકના વાયરલ થયેલા વિડીઓનું સત્ય
ઉનાળાના આકરા તડકા શરૂ થઈ ચુક્યા છે, હવામાન વિભાગ દ્વારા હીટવેવની પણ ચેતવણી આપવામાં આવેલ છે. આ સાથે વધતા તાપમાનને કારણે વાહનો અને દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક બાઈક સળગવાનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તાપમાન વધવાના કારણે લોકોએ ઉનાળામાં ફ્યુલ ટેન્ક ફૂલ ના ભરવા જોઈએ.