Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં તાલિબાને કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થયો તો ક્યાંક તાલિબાની ડાન્સ કરી રહ્યા છે. આ તરફ ઉજ્જૈનમાં કથિત રૂપે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા બાદ હિન્દૂ સંગઠનો દ્વારા કરવામાં આવેલ દેખાવો અને તોડફોડ અંગે વાયરલ થયેલ ભ્રામક દાવો પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક
(Kabul airport) “કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી વિસ્ફોટ, 60નાં મોત, 3 અમેરિકી સૈનિક સહિત 150 ઘાયલ, ISIS ખુરાસન ગ્રુપ પર હુમલાનો આરોપ” હેડલાઈન સાથે વાયરલ વિડિઓ ન્યુઝ સંસ્થાન Bardoli Guide, Mukhya_Samachar, Divya Kesari Newspaper અને Mantavya દ્વારા શેર કરવામાં આવેલ છે. નોંધપાત્ર છે કે કાબુલ એરપોર્ટ પર થયેલ બ્લાસ્ટ અંગેના વિડિઓને કુલ 25K થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
ફેસબુક પર “‘પાકિસ્તાન મુરદાબાદ’ ના નારા લાગ્યા.આભાર ઉજ્જૈન” કેપશન સાથે વિડિઓ શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા પછી, હિન્દુ સંગઠનોએ તે જ સ્થળે જઈને ભગવા ધ્વજ સાથે વિરોધ કર્યો, જેઓએ (Anti National Slogans) રાષ્ટ્ર વિરોધી નારા લગાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો.
આંધ્ર પ્રદેશના કરીમનગર ખાતે મહિલા નેતાએ ચપ્પલ વડે પોતાના સાથી નેતાને માર માર્યો હોવાના દાવા સાથે એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. ફેસબુ પર “આંધ્ર ના કરીમનગર Congress કાર્યાલય પર પહેલા ધ્વજવંદન કાર્યક્રમ પછી ત્યાંના મહેમાન સાથે છેડછાડ પર ચંપલ વિતરણ કાર્યક્રમ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
20 ઓગસ્ટના રોજ મોહરમ નિમિત્તે મધ્યપ્રદેશના (Ujjain) ઉજ્જૈનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હોવાના દાવા અંગે ખુબજ ચર્ચાઓ થી રહી છે. આ વચ્ચે ફેસબુક પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વિડીઓમાં પોલીસ કર્મચારીઓ અને એક JCB મશીન કેટલાક મકાનો તોડી રહી છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઉજ્જૈનની ગફૂર બસ્તીની છે. આ વસાહતના લોકોએ તાજેતરમાં મોહરમ સરઘસ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. હવે શિવરાજ સરકારે આ સમગ્ર ગેરકાયદે વસાહત ખાલી કરાવી છે.
અફઘાનિસ્તનામાં (afghanistan) તાલિબાનીઓ દ્વારા ચાલી રહેલ યુદ્ધ અને શક્તિ પ્રદશનના ઘણા વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે. જે ક્રમમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક વ્યક્તિઓ બંદૂક સાથે ડાન્સ કરી રહ્યા છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનીઓ ઉજવણી કરી રહ્યા છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 14, 2025