Fact Check
WeeklyWrap : નૂપુર શર્માના વિવાદિત નિવેદનથી લઈને આપ પાર્ટી પર લાગેલા આરોપો પર ફેલાયેલ ભ્રામક આફવાઓ
WeeklyWrap : આપ નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા જેમાં માત્ર 2 લાખ જ મળ્યા જયારે બીજી તરફ ગુજરાત આપ પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું જયારે પયગંબર પર કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ કતારની કંપનીએ ભારતીયને પાછા મોકલ્યા હોવાના દાવા અંગે TOP ફેક્ટ ચેક

આપ નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા જેમાં માત્ર 2 લાખ જ મળ્યા હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ
દિલ્હીની આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા છે, જે સંદર્ભે અનેક આમ આદમી પાર્ટી પર અનેક આરોપો લાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ દિલ્હીના AAPના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પડ્યા બાદ સોશ્યલ મીડિયા પર અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “સત્યેન્દ્ર જૈનના ઘરમાંથી માત્ર રુપિયા 2 લાખ મળ્યા, જે ED જપ્તના કરી શકી”
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નૂપુર શર્માની ટિપ્પણી બાદ કતારની કંપનીએ ભારતીય કર્મચારીઓને પરત મોકલ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
ભાજપના ભૂતપૂર્વ નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે કતારમાં આવેલ રેડકો ઈન્ટરનેશનલ કંપની ભારતીય કર્મચારીઓને ટિકિટ સાથે પરત મોકલી રહી છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ રેડકો કંપનીમાં આ દ્રશ્યો સર્જાયા હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાત આપ પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. હાલમાં મોદી સાહેબ ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે અનેક લોકાર્પણ અને કાર્યક્રમોનું આયોજન કરી ચૂંટણી લક્ષી પ્રચાર પણ કર્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં થોડા દિવસો પહેલા રોડ-શો કરીને ગયા છે. આમ આદમી પાર્ટી ગુજરાતનું શિક્ષણ, વ્યવસ્થા અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવી રહી છે અને આવા જ મુદ્દાઓ સાથે આપ કાર્યકર્તાઓ સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરી રહ્યા છે. જે ક્રમમાં ગુજરાત આપ દ્વારા હવે ગુજરાત માંથી દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ફેક ટ્વીટર એકાઉન્ટ પરથી સશી થરૂરના નામે સમ્રાટ પૃથ્વીરાજની પત્ની પર ટિપ્પણી કરતી ટ્વીટ વાયરલ
દેશભરમાં હિન્દૂ-મુસ્લિમ હિંસાઓ વધી રહી છે. મંદિર-મસ્જિદના વિવાદો પર અનેક ટિપ્પણીઓ સાંભળવા મળી રહી છે. થોડા દિવસ પહેલા પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્મા દ્વારા પયગંબર પર કરવામાં આવેલ ટિપ્પણી બાદ માહોલ ગરમાયો હતો, જે અંગે સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અનેક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ક્રમમાં ટ્વીટર પર સશી થરૂર દ્વારા સમ્રાટ પૃથ્વીરાજ અંગે કરવામાં આવેલ ટ્વીટ વાયરલ થયેલ છે, જેમાં તેઓ પૃથ્વીરાજની 12 પત્નીઓ હોવાનો દાવો કરી રહ્યા છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044