Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap : 22 ઓગષ્ટ સુધી એફેલિયન ઘટનાના કારણે પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી વધુ રહેશે બીજી તરફ સાપુતારા હિલ સ્ટેશન ખાતે ભેખડ ઘસી પડવાથી રસ્તો બંધ થયો અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ જયારે રાજકારણમાં વડાપ્રધાન મોદી બેલેટ પેપરની પ્રશંસા કરી રહ્યા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અતિભારે વરસાદ નોંધાયો છે, અનેક જિલ્લાઓ અને ગામડાઓ વરસાદના પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે આવેલ પૂર અને તારાજીના દર્શ્યો સોશ્યલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે. આ ક્રમમાં ભૂસ્ખ્લનનો એક વિડીયો વાયરલ થયેલ છે, આ ઘટના ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે ભેખડ ઘસી પડવાથી રસ્તો બંધ હોવાના દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં વડાપ્રધાન મોદી બેલેટ પેપરથી ચૂંટણી લડવાના સમર્થનમાં વાત કહી રહ્યા છે. યુઝર્સ ફેસબુક પર “જ્યારે વડાપ્રધાન દ્વારા #બેલેટ પેપરની પ્રશંસા કરવામાં આવી હતી” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ફેસબુક પર ‘Kamalam News’ દ્વારા 9 જુલાઈના “બિહારમાં શિક્ષકે નાના એવા બાળક વિદ્યાર્થીને જીવલેણ માર માર્યો હતો.આજે એનું પરિણામ” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. વીડિયોમાં કેટલાક લોકો એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે, વિડીયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં બિહારમાં જે શિક્ષકે નાના બાળકને ઢોર માર માર્યો હતો તે ગામ લોકોએ શિક્ષકને ઢોર માર માર્યો છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ સંસ્થાન દ્વારા એક વિડીયો શેર કરવામાં આવેલ છે, વાયરલ વીડિયોમાં એક મહિલા બાળકનું અપહરણ કરે છે. આ ઘટના કેમેરામાં કેદ કરનાર લોકોએ આ મહિલાને પકડી પાડી અને બાળકનો બચાવ કર્યો હોવાના દર્શ્યો જોવા મળે છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સોશિયલ મીડિયા યુઝર્સ વરસાદી વાતારવરણ અને હવામાનમાં ફેરફાર થયાના સંદર્ભમાં એક પોસ્ટ શેર કરી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતીકાલથી 22 ઓગષ્ટ સુધી હવામાન ગત વર્ષની સરખામણીએ વધુ ઠંડુ રહેશે. આ ઘટનાને એફેલિયન ઘટના કહેવામાં આવે છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Dipalkumar Shah
July 15, 2025
Dipalkumar Shah
May 10, 2025
Dipalkumar Shah
April 26, 2025