આ સપ્તાહમાં કોમી વિભાજનના આશયથી કરવામાં આવેલા વિભાજનકારી દાવાઓ વાઇરલ જોવા મળ્યા. જેમાં હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચે વૈમનસ્ય અને ધૃણા ફેલાવવા માટે ડિસઇન્ફર્મશનનો ઉપયોગ કરાયો. તેમાં ઇસ્લામોફોબિક દાવા પણ સામેલ છે. આઈટીસી ભારતમાં હલાલ સર્ટિફિકેટવાળો આશિર્વાદ લોટ વેચતી હોવાનો દાવો વાઇરલ થયો છે. અને તેમાં કહેવાયું કે સનાતનીઓ તેનો બહિષ્કાર કરે. પરંતુ અમારી તપાસમાં દાવો ખોટો પુરવાર થયો. ઉપરાંત અમદાવાદમાં હોળીના તહેવારમાં અસામાજિક તત્ત્વોએ તોફાન મચાવી તોડફોડ કરતા પોલીસે તમામ સામે કડક પગલા લીધા અને જાહેરમાં દંડામારથી તેમને સજા આપી. આ ઘટનાના વીડિયોને ખોટા અધૂરા સંદર્ભો સાથે શેર કરવામાં આવ્યા અને કહેવાયું કે, મુસ્લિમ તોફાનીઓએ હોળીમાં પથ્થરમારો કરતા તેમને આ સજા આપવામાં આવી છે.
આ રીતે તેને એક કોમી સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ અમારી તપાસમાં સત્ય બહાર લાવી અમે દાવાનો ગેરમાર્ગે દોરનારો છે તે જણાવ્યું. આ ઉપરાંત તાજેતરમાં પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી દ્વારા ટ્રેન હાઇજેક કરાઈ હતી. જેમાં ત્રણ વર્ષ જૂના બીએલએના અન્ય કથિત હુમલાના વીડિયોને હાઇજેકની તાજી ઘટનાનો લાઇવ વીડિયો ગણાવી દાવો વાઇરલ કરાયો હતો. તેની પણ અમે તપાસ કરી અને સત્ય બહાર લાવ્યા. તદુપરાંત એક અન્ય વાઇરલ વીડિયોએ પણ ગુજરાત સહિત અન્ય ભાષાઓમાં પણ ચર્ચા જગાવી હતી, જેમાં દાવો કરાયો હતો કે, મુંબઈથી ગુજરાત જતી બસનો ભયંકર અકસ્માત થયો છે અને તેમાં ગુજરાતીઓ માર્યા ગયા છે તથા પીડિયોને સહાયની જરૂર છે. અમે આ વીડિયોની તપાસ કરી અને સત્ય બહાર લાવ્યા કે, વીડિયોમાં ગુજરાતીઓના મોત નથી થયા અને તે ઘટના તથા વીડિયો ખરેખર મહરાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક વર્ષ પહેલા ઘટેની ઘટનાનો છે. વાંચો આ સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

અમદાવાદમાં પોલીસે વસ્ત્રાલના અસામાજિક તત્ત્વોને તોડફોડ બદલ ફટકાર્યાંનો વીડિયો ખોટા કોમી દાવા સાથે વાઇરલ
અમદાવાદમાં મુસ્લિમ યુવકોએ તલવારો અને હથિયારો સાથે તોડફોડ કરી અને મહિલા તથા રાહદારી વ્યક્તિઓ પર હુમલા કરતા પોલીસે બાદમાં તેમને પકડીને ફટકાર્યાં અને કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો વાઇરલ વીડિયો થયો હતો. પરંતુ વીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરાયો હતો. વધુ અહેવાલ અહીં વાંચો.

ITC ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આશિર્વાદ લોટ વેચતી હોવાનો વાઇરલ દાવો ખોટો
ITC ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આશિર્વાદ લોટ વેચતી હોવાનો વાઇરલ દાવો ખોટો
ITC ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આશિર્વાદ લોટ વેચતી હોવાથી હિંદુ સનાતનીઓ તેનો બહિષ્કાર કરતા દાવા સાથે આશિર્વાદ લોટના પૅકેટની તસવીર વાઇરલ થઈ હતી. જોકે તપાસમા દાવો ખોટો પુરવાર થયો. વધુ અહેવાલ અહીં વાંચો.

2022માં BLA હુમલાનો વીડિયો પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકની તાજી ઘટના તરીકે વાયરલ
પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક જેમાં બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો લાઇવ વીડિયો હોવાનો દાવો વાઇરલ થયો હતો. જોકે, વિડિયો જાન્યુઆરી-2022નો નીકળ્યો આથી દાવો ખોટો પુરવાર થયો. વધુ અહેવાલ અહીં વાંચો.

‘મુંબઈથી ગુજરાત જતી બસનો ભયંકર અકસ્માત’ થયાનો દાવો કરતા વાઇરલ વીડિયોનું સત્ય શું છે?
મુંબઈથી ગુજરાત જતી ગુજરાતની બસનો ભયંકર અકસ્માતનો વાઇરલ વીડિયો વાઇરલ થયો હતો. બસના દૃશ્યો અત્યંત ભયાનક હતા. જોકે તપાસ કરતા તે વીડિયો અને ઘટના મહારાષ્ટ્રની નીકળી. જેથી દાવો ખોટો પુરવાર થયો. વધુ અહેવાલ અહીં વાંચો.