WeeklyWrap : મોરબી બ્રિજ તૂટવાની ઘટનાને લઇ રાજ્યના કૃષિ મંત્રીની તસ્વીર વાયરલ થઈ તો બીજી તરફ મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરેજા પાણીમાં કૂદીને બચાવ કાર્ય કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ થયો જયારે પાકિસ્તાનમાં ઇમરાન પર થયેલા ગોળીબાર સાથે જોડીને શેર કરવામાં આવી રહેલ જૂની તસ્વીર તેમજ અન્ય દાવો પર TOP 5 ફેક્ટ ચેક

પાકિસ્તાનમાં ઇમરાન ખાન પર ગોળીબાર થયો હોવાના સંદર્ભમાં 2014ની તસ્વીર વાયરલ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો, જેમાં તેઓ ઘાયલ થયા છે. જોકે હવે તેઓ ખતરાની બહાર હોવાનું કહેવાય છે. આ ક્રમમાં ઇમરાન ખાનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે બેડ પર પોતાના બંને હાથ ઉપર રાખીને સુતેલા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાનની આ તસ્વીર તેમના પર થયેલા હુમલા બાદની છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ન્યુઝ સંસ્થાઓએ પણ આ તસ્વીર સાથે ન્યુઝ રિપોર્ટ શેર કર્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરેજા પાણીમાં કૂદીને બચાવ કાર્ય કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માતને લઈને સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે ક્રમમાં, એક વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ટ્યુબની મદદથી પાણીમાં બચાવ કામગીરી કરતો જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે, જેણે અકસ્માત બાદ ઘૂંટણ સુધીના પાણીમાં તરીને રાહત કાર્યમાં મદદ કરી હતી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

દિલ્હી યુમના નદીની જૂની તસ્વીર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં વાયરલ
છઠ પૂજા દરમિયાન પવિત્ર નદીઓની વર્તમાન પરિસ્થિતિ દર્શાવતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે એક તરફ દિલ્હીની યમુના નદી જુઓ અને બીજી તરફ ગુજરાતની સાબરમતી નદી ફરક સાફ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ તસ્વીર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી રહ્યા છે. આગામી ગુજરાતની વિધાનસભા ચૂંટણી તેમજ યમુના નદીમાં પ્રદૂષણ અંગે રાજકીય વિવાદને ધ્યાનમાં રાખીને આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

મોરબી બ્રિજ તૂટવાની ઘટનાને લઇ રાજ્યના કૃષિ મંત્રીની તસ્વીર ભ્રામક દાવા સાથે વાયરલ
ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે એક વ્યક્તિ ઉભેલા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ ઓરેવા ગ્રુપના માલિક છે જેને મોરબી બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાયરલ તસ્વીરમાં પીએમ મોદી સાથે ગુજરાત ભાજપના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

યુકેના નવા પીએમ ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવા પ્રગટાવી રહ્યા હોવાના દાવા સાથે જૂની તસ્વીર વાયરલ
ફેસબુક યુઝર્સ “200 વર્ષ ની ગુલામી નો જવાબ આજે એક ભારતીય મુળના ઋષિ સોનાકે બ્રિટેન ની પાર્લિયામેન્ટ નાં દરવાજા પર દીપ પ્રગટાવી આપ્યો.” કેપ્શન સાથે તસ્વીર શેર થઈ રહી છે. 25 ઓક્ટોબરથી યુઝર્સ ઋષિ સુનાકની આ તસ્વીરને દિવાળીના તહેવાર અને યુકે પીએમના દિવા પ્રગટાવવાના વિવિધ દાવાઓ સાથે શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044