WeeklyWrap : ભાજપ કાર્યકર્તાઓ દારૂ વિતરણ કરી રહ્યા બીજી તરફ આપ નેતા ઈશુદાન ગઢવીનો જુનો વિડીયો વાયરલ થયો છે, જયારે વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં સુરતના વરાછામાં બોગસ મતદાન થયું હોવાના ભ્રામક દાવા અંગે TOP 5 ફેકટચેક

પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશમાં આઝાદી બાદ પ્રથમ એરપોર્ટ બનાવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
ફેસબુક યુઝર્સ “દોનીપોલો એરપોર્ટ સાચી દાદાગીરી આને કહેવાય. અત્યાર સુધી ચીનના દબાણના કારણે કોઇ સરકારે અરુણાચલ પ્રદેશમાં એરપોર્ટ બનાવવાનું સાહસ નહતું કર્યું.” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે. મોદી સરકાર દ્વારા અરુણાચલને પહેલું એરપોર્ટ મળ્યું હોવાના દાવા સાથે DNA હિન્દી ન્યુઝ ચેનલનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ દારૂ વિતરણ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
ફેસબુક યુઝર્સ “મિત્રો આછે ગૂજરાત ભાજપ ની અશલિયત ગૂજરાત માં દારૂ બંધી હોવા છતાં ખૂલે આમ ગૂજરાત ભાજપના માણસો ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરે છે.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. અહીંયા વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપનો ખેસ ધારણ કરેલા કેટલાક વ્યક્તિઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

આપ નેતા ઈશુદાન ગઢવીનો જુનો વિડીયો ભ્રામક દાવા અને કટાક્ષ સાથે વાયરલ
ફેસબુક યુઝર્સ વાયરલ વીડિયોને “AAPના ગુજરાતના સીએમ ઉમેદવારના રોડ શોની તસવીરો, જાણે આખું ગુજરાત ઊમટી પડ્યું હતું” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે. વાયરલ વિડીયોમાં ઈશુદાન ગઢવી એક રોડ-શો કરી રહ્યા છે જેમાં લોકોની ભીડ જોવા મળતી નથી. આ ઘટનાને સોશ્યલ મીડિયા યુઝર્સ અને કોંગ્રેસ પાર્ટીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી રોડ-શો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

રાહુલ ગાંધી બંધ માઈકની સામે જાહેર સંબોધન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
સપ્ટેમ્બરની શરૂઆતમાં કન્યાકુમારીથી રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને ઓનલાઈન ઘણું આકર્ષણ મળી રહ્યું છે. તાજેતરમાં, ભારત જોડો યાત્રાના સંદર્ભમાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં, રાહુલ ગાંધી બંધ માઈકની સામે જાહેર સંબોધન કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

સુરતના વરાછામાં બોગસ મતદાન થયું હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
સોશ્યલ મીડિયા યુઝર્સ “બોગસ વોટિંગ ચાલુ થઈ ગયુ છે આવા ચીટરોને સોધી ને જેલ ભેગા કરો વિડિયો વરાછા વિસ્તાર નો છે ક્યાં પોલિંગ બુથ નો છે ઇ તપાસ ચાલુ છે” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વિડીયોમાં એક વ્યક્તિ મતદાન બુથ નજીક ઉભેલો જોવા મળે છે જે એક કરતા વધુ વખત મતદાન કરી રહ્યો હોવાનું જણાય રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે બોગસ મતદાનની આ ઘટના સુરતના વરાછા વિસ્તારની છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044