Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં Narendra Modi સ્ટેડિયમમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઇ જવાની મનાઈ, Amit Shah દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરાયું, કોંગ્રેસની હારના સંદર્ભમાં Hardik Patel મુંડન કરાવ્યું,ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો અને બ્રિગેડ મેદાનમાં ડાબેરી, કોંગ્રેસ અને ISFનું શક્તિ પ્રદર્શન હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેક્ટ ચેક WeeklyWrap
TOP 5 Factchecks WeeklyWrap
Narendra Modi સ્ટેડિયમમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઇ જવાની મનાઈ કરવામાં આવી હોવાના વાયરલ વિડિઓનું સત્ય
Narendra Modi સ્ટેડિયમ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અંદર લઇ જવાની મનાઈ કરવામાં આવી હોવાનો દાવો ભ્રામક છે. પ્રથમ ટેસ્ટ મેચના દિવસે કેટલાક લોકોને સુરક્ષા હેતુસર રોકવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જેમાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલ લાકડી, પાઇપ કે સળિયા સાથે અંદર નહીં લઇ માટે સૂચન કરવામાં આવ્યું હતું.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
Amit Shah દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રપતિ કોવિંદનું અપમાન કરવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે રેડ કાર્પેટ પર ચાલતા આવતા ગૃહ પ્રધાન અને રાષ્ટ્રપતિના વિડિઓ માંથી એક સ્ક્રીન શોટ ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે, જે સમયે રાષ્ટ્ર્પતિ રેડ કાર્પેટની બહાર ચાલતા-ચાલતા નીકળી ગયા હતા.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
ન્યુઝ ચેનલ તેમજ કોંગ્રેસ નેતાઓ દ્વારા ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવ્યો
(Gujarat)માં ખાતરના ભાવ વધારા અંગે વાયરલ થયેલ પોસ્ટ એક અફવા છે. કૃષિ મંત્રી RC ફળદુ દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ માહિતી ભ્રામક હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે. ઉપરાંત પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી દ્વારા પણ ખાતરના ભાવ વધારા અંગેની માહિતી ખોટી અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. ગુજરાતમાં કોઈપણ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
kolkata ના બ્રિગેડ મેદાનમાં ડાબેરી, કોંગ્રેસ અને ISFનું શક્તિ પ્રદર્શન હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
અમારી તપાસમાં મળેલા તથ્યો અનુસાર વાયરલ થયેલી તસવીર તાજેતરની કોલકાતા રેલીની નથી. વાયરલ તસવીર કોલકાતાની એક રેલી દરમિયાન લેવામાં આવી હતી જે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા યોજાઈ હતી. જયારે સોશ્યલ મીડિયા પર તાજેતરની રેલીનું વર્ણન કરીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની હારના સંદર્ભમાં Hardik Patel મુંડન કરાવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
કોંગ્રેસનો દેહ સંસ્કાર કરવામાં આવ્યો હોવાના દાવા સાથે હાર્દિક પટેલ મુંડન રહ્યા હોવાની વાયરલ તસ્વીર ભ્રામક છે. 2017માં પાટીદાર આનામત આંદોલન સમયે સરકારના વિરોધમાં પાસ નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય યુવાનો દ્વારા મુંડન કરાવવામાં આવ્યું હતું. જયારે હાલમાં સોશ્યલ મીડિયા પર કોંગ્રેસની ગુજરાતમાં હાર થયા હોવાના સંદર્ભમાં ભ્રામક દાવો તેમજ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.