WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં UK Queen એલિઝાબેથ દ્વારા PM મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટર, Covid-19ના વધતા કેસને કારણે સરકારે 14 થી 21 માર્ચ સુધી રજા જાહેર, UPમાં મંદિરમાં પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને ઢોર માર માર્યો અને UP ના ગોવર્ધન પર્વતના વેચાણની તૈયારી મોદી સરકાર કરી રહી હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેકટચેક

UK Queen એલિઝાબેથ દ્વારા PM મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટર લગાવવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
Queen એલિઝાબેથ દ્વારા “thank you PM Modi” પોસ્ટર લગાવવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ પોસ્ટમાં છેડછાડ કરવામાં આવેલ છે, વાસ્તવિક લખાણ સાથે ચેડા કરવામાં આવેલ છે. Queen એલિઝાબેથ દ્વારા એપ્રિલ 2020માં કોરોના વાયરસના સંક્ર્મણ સમયે બ્રિટેનમાં થયેલા મોત પર તેમજ કોરોના સામે લાડવા માટે હિંમત આપતો એક સંદેશો આપવામાં આવ્યો હતો.

Covid-19ના વધતા કેસને કારણે સરકારે 14 થી 21 માર્ચ સુધી રજા જાહેર કરી હોવાનો ભ્રામક લેટર વાયરલ
ભારત સરકાર દ્વારા ચાર રાજ્યોમાં 14 થી 21 માર્ચ સુધી રજા જાહેર કરવામાં આવ્યો હોવાનો દાવો કરતો પરિપત્ર એક ભ્રામક અને અફવા છે. હેલ્થ મિનિસ્ટ્રી અને PIB દ્વારા પણ વાયરલ એડવાઈઝરી ફેક એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે. ઉપરાંત ગુજરાત રાજ્ય હેલ્થ સચિવ જ્યંતિ રવિ દ્વારા વાયરલ ખબર એક ભ્રામક દાવો હોવાની સ્પષ્ટતા મીડિયા સમક્ષ કરવામાં આવેલ છે.

UPમાં મંદિરમાં પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને ઢોર માર માર્યો હોવાની ઘટના સંદર્ભે ભ્રામક તસ્વીર વાયરલ
(UP) ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 14 વર્ષના મુસ્લિમ છોકરાને ધાર્મિક કારણો સાથે માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ભ્રામક છે. ઉત્તર પ્રદેશમાં બનેલ ઘટના મુદ્દે પોલીસે મુખ્ય આરોપી સિંગરી બંધન યાદવ અને તેના સાથી શિવાનંદની ધરપકડ કરી છે. જયારે વાયરલ થયેલ તસ્વીર યમન દેશમાં એક પિતા દ્વારા પોતાના પુત્રને માર મારવામાં આવ્યો હોવાની છે. જે તસ્વીરને ગાઝિયાબાદમાં આસિફ સાથે બનેલ ઘટના હોવાના નામે વાયરલ કરવામાં આવેલ છે.

Corona મામલે ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે…’ સુરત પોલીસના નામે ફેક લેટર વાયરલ
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પત્ર મુજબ સુરતના સ્પેશિયલ કમિશનર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. આ એક ભ્રામક લેટર હોવાનું જણાવવામાં આવ્યુ છે. જે અંગે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વાયરલ લેટર અંગે પોલીસ તંત્ર દ્વારા પ્રેસ નોટ મારફતે ખુલાસો કરવામાં આવેલ છે.

UP ના ગોવર્ધન પર્વતના વેચાણની તૈયારી મોદી સરકાર કરી રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય
મોદી સરકાર UPમાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી કરી રહી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ઇન્ડિયા માર્ટ શોપિંગ સાઈટ પર ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવા માટે જાહેરાત મુકવામાં આવેલ હતી, જે સંદર્ભે કેટલાક સોશ્યલ વર્કર દ્વારા ફરિયાદ નોંધાવાવમાં આવી હતી. જે મુદ્દે પોલીસ દ્વારા ઇન્ડિયામાર્ટના CEO સાથે અન્ય ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવા મુદ્દે ગુનો દાખલ કરવામાં આવેલ છે. મોદી સરકાર દ્વારા આ પ્રકારે પર્વત અથવા તેની શીલા વેચાણ કરવા માટે પરવાનગી આપવામાં આવેલ નથી.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)