WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ–મહેસાણા હાઈવેનો Toll Tax વધ્યો , Ajay Devganને પણ લોકોએ માર માર્યો , ગુજરાત સરકાર Vaccine લેનાર વ્યક્તિને 1000 રૂપિયા આપી રહી છે. અને ગુજરાતમાં સંપૂર્ણં Lockdown લાગુ થયા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

અમદાવાદ–મહેસાણા હાઈવેનો Toll Tax વધ્યો અને તમામ વાહનો માટે ટેક્સ લાગુ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ
અમદાવાદ – મહેસાણા ટોલ ટેક્સ અંગે વાયરલ સમાચાર તેમજ લેટર એક ભ્રામક અફવા છે. આ મુદ્દે રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારી Ashutosh Mistry દ્વારા ફેસબુક પોસ્ટ કરતા સ્પષ્ટતા આપવામાં આવેલ છે. તેમજ જાહેર કરવામાં આવેલ નોટિફિકેશમાં પણ ટોલ ટેક્સના ભાવ અંગે નોંધ આપવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાન તેમજ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન ને ભ્રામક અફવા સાથે શેર કરવામાં આવેલ છે.

ખેડૂત આંદોલન મુદ્દે BJP MLA બાદ અભિનેતા Ajay Devganને પણ લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
અજય દેવગણને એરપોર્ટ પર માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વીડિયોમાં અજય દેવગણ નથી, જે અંગે તેમણે ટ્વીટર મારફતે સ્પષ્ટતા આપેલ છે. વાયરલ વિડિઓ દિલ્હી એરોસિટી ખાતે બે વ્યક્તિ વચ્ચે પાર્કિંગ મુદ્દે થયેલ બોલાચાલી અને મારામારી છે. જયારે આ ઘટના બાદ આ બન્ને વ્યક્તિની લોકલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર Vaccine લેનાર વ્યક્તિને 1000 રૂપિયા આપી રહી હોવાનો ભ્રામક દાવો વાયરલ
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. ગુજરાત સરકાર દ્વારા રસી લેનાર વ્યક્તિને 1000 રૂપિયા મળવાની વાત એક અફવા હોવાની સ્પષ્ટતા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. CM વિજય રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.

રાજકોટમાં અડધા દિવસનું Lockdown જાહેર કરાયું હોવાની ભ્રામક ખબર વાયરલ
ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ સમાચાર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. રાજકોટ મિરર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી વેપારી એસો. દ્વારા રાજકોટ શહેરમાં લોકડાઉન જાહેર કરાયું હોવાની ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

ગુજરાતમાં સંપૂર્ણં Lockdown લાગુ થવાનું હોવાની માહિતી તદ્દન ભ્રામક છે, જાણો શું કહે છે CM
Corona વાયરસના વધતા કેસ જોતા રાજ્ય સરકાર દ્વારા માત્ર નાઈટ કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ છે, ફરી એક વખત લોકડાઉન લાગુ થવાનું હોવાના વાયરલ મેસેજ તેમજ ન્યુઝ રિપોર્ટ તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે પરંતુ આપણે તેમની સામે બરાબર લડત આપી કાબૂમાં લઈ લેશું. પરંતુ Lockdown કે કર્ફ્યુનો હાલ કોઈ જ વિચાર નથી વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)