Fact Check
WeeklyWrap : કર્ણાટક ચૂંટણીથી લઈને કરેલા સ્ટોરી મુવી સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી છે. તો અહીંયા ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ હોવાના ભ્રામક અહેવાલો પર TOP 5 ફેકટચેક

ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હોવાના વિડીયોનું સત્ય
1લી મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અને લખનઉ સુપરજાયન્ટ્સને હરાવ્યું હતું. મેચ દરમિયાન જીત-હારથી વધુ વિરાટ કોહલી, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર વચ્ચેની લડાઈ વધુ ચર્ચામાં હતી. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ ફેન અનેક પ્રકારની પોસ્ટ શેર કરી રહ્યા હતા. આ ક્રમમાં ન્યુઝ ચેનલો વિરાટ અને અનુષ્કાની મંદિરમાં દર્શન કરવા ગયા હોવાની એક તસ્વીર શેર કરતા સાથે દાવો કરી રહ્યા છે કે “મેચ દરમિયાન ગૌતમ ગંભીર સાથે થયેલ લડાઈ બાદ કોહલી પત્ની અનુષ્કા સાથે દિલ્હીના પ્રખ્યાત મંદિર પહોંચ્યો હતો.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

જાણો કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય
આવતીકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. તમામ પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે કોઈ કસર છોડી નથી, સોશ્યલ મીડિયા પર ચૂંટણીને અનુલક્ષીને અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ભાજપ નેતાની તસ્વીર સહીતના કવરને ખોલતા તેમાંથી 2 હજારની નોટો ગણી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટકમાં ભાજપ પૈસા આપીને વોટ ખરીદી રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

જ્યોતિરાદિત્ય સિંધિયા બજરંગ દળની ટીકા કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ બજરંગ દળની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “બજરંગદળ વિશે સાચી માહિતી આપતા ભાજપા નેતા સિંધિયા જી” લખાણ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ખરેખર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ? જાણો વાયરલ દાવાનું સત્ય
વિવાદોની વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કરેલા સ્ટોરી’ મુવી જોવી જ ઘટના ગુજરાતમાં બની હોવાના દાવા સાથે એક ન્યુઝ પેપેર કટિંગ વાયરલ થઈ રહ્યું છે. ન્યુઝ પેપર કટિંગ પર હેડલાઈન છપાયેલ જોવા મળે છે કે “ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 41000 મહિલાઓ ગૂમ થઈ, NCRBનો ચોંકાવનારો રિપોર્ટ” સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ વિવિધ લખાણ સાથે ન્યુઝ પેપર કટિંગ શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044