Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સમાચાર અને ઘટનાઓના સંદર્ભમાં 2022 ખુબ રોમાંચક હતું. યુક્રેન-રશિયાના યુદ્ધથી લઈને રાણી એલિઝાબેથના અવસાન સુધી, ઋષિ સુનાકના બ્રિટિશ પીએમ બનવાથી લઈને ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન તરીકેનું સ્થાન ગુમાવવા સુધી, મહસા અમીનીના મૃત્યુ પછી ઈરાનમાં થયેલા બળવાથી લઈને ખૂબ જ વિવાદાસ્પદ કતાર Fifa WC સુધી આ વર્ષ આ તમામ ઘટનાઓનુ સાક્ષી હતું. જેમ-જેમ આ યાદગાર વર્ષ તેના અંત તરફ આવી રહ્યું છે તેમ, ન્યૂઝચેકરે 2022માં સૌથી વધુ વાયરલ થયેલ ભ્રામક અફવાઓ પર એક નજર કરીએ
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરમાં પોલીસ દ્વારા કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ રાજસ્થાની યુવકોને માર મારવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો ઘાયલ અવસ્થામાં જમીન પર પડ્યા છે અને સુરક્ષાકર્મીઓ તે યુવકોને વંદે માતરમ અને રાષ્ટ્રગીત ગાવાનું કહી રહ્યા છે. વધુ વાંચો..
ચીનમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ભારત સરકાર હરકતમાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાની સ્થિતિ અને સમીક્ષા માટે એક બેઠક બોલાવી હતી. આ ઉપરાંત, કોરોના વાયરસના ભયને લઈને સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર પણ કોરોના વાયરસ અંગે ફરી એક વખત અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં કોરોના વાયરસનો એક નવો જીવલેણ વેરીએન્ટ XBB ભારતમાં આવ્યો હોવાના દાવા સાથે એક મેસેજ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક યુઝર્સ શેર કરી રહ્યા છે. વધુ વાંચો..
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ આજે અમદવાદના રાણીપ ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું. બીજી તરફ મોરબી ખાતે બ્રિજ તૂટી પડવાની દુઃખદ ઘટનાને પણ થોડા દિવસો જ થયા છે. સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વધુ વાંચો..
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થવાનું છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીના ધમધમાટ વચ્ચે પોતાની જીત સુનિશ્ચિત કરવા અનેક વચનો આપી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા દારૂ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વધુ વાંચો..
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે માત્ર એક અઠવાડિયાનો સમય બચ્યો છે. તમામ પક્ષો પોતાના સ્ટાર પ્રચારકો સાથે અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રમાં રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર રક તસ્વીર વાયરલ થઈ રહી છે, જ્યાં એક નેતા વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીરમાં દેખાતા વ્યક્તિ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી છે. વધુ વાંચો..
ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે એક વ્યક્તિ ઉભેલા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ ઓરેવા ગ્રુપના માલિક છે જેને મોરબી બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાયરલ તસ્વીરમાં પીએમ મોદી સાથે ગુજરાત ભાજપના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે. વધુ વાંચો..
પ્રધાનમંત્રી મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજ્યમાં અનેક સભાઓ અને રોડ-શો કરી રહ્યા છે. હાલમાં પીએમ મોદીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે કેટલાક ખાત મુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર મોઢેરા ખાતે પીએમ મોદીની એક જનસભામાં ખાલી ખુરશીઓ જોવા મળી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વધુ વાંચો..
ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. 12 સપ્ટેમ્બરે કેજરીવાલ અમદાવાદના એક ઓટો ડ્રાઈવરનું આમંત્રણ સ્વીકાર્યું અને રાત્રે તેમના ઘરે ભોજન લીધું હતું. વધુ વાંચો..
કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક બેરોજગાર યુવાને મહિને 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્ર દ્વારા “પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા” નામથી આ યોજના શરૂ થઈ હોવાના દાવા સાથે અનેક યુઝર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વધુ વાંચો..
2002માં ગોધરાકાંડ સમયે થયેલા રમખાણોમાં દરમિયાન ગુજરાત સરકાર પર કલંક સમાન ઘટના એવી બિલકિસ બાનો કેસમાં બળાત્કારના આરોપીઓ ને 15 ઓગષ્ટના જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા છે. દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ ઉંમરકેદની સજા કાપી રહેલા આ તમામ 11 આરોપીઓને 15 ઓગષ્ટના રોજ જેલ માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. વધુ વાંચો..
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044