Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સતત બીજા વર્ષે રોગચાળાએ તબાહી થી હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના દુઃખદ અવસાન સુધી, 2021 માં ઘણું બધું બહાર આવ્યું છે. જેમ તમે જાણો છો, વધુ સમાચાર સાથે વધુ ખોટી માહિતી પણ ફેલાવવામાં આવે છે. કોરોના વાયરસના લક્ષણો અને ઈલાજ અંગે ફેલાયેલ અફવાઓ બીજી તરફ રાજનૈતિક ગતિવિધિ અને હિન્દૂ-મુસ્લિમ તેમજ ગૌમાંસ અંગે સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ અંગે પ્રકાશિત કરવામાં આવેલ TOP 10 ફેકટચેક
કોરોના વાયરસના વધતા સંક્ર્મણ વચ્ચે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લવિંગ, કપૂર, અને અજમાથી બનાવેલ પોટલી સૂંઘતા ઓક્સિજન લેવલમાં વધારો થશે. હાલમાં કોરોના કેસ વધતા Oxygen ની અછત થયેલ છે, આ દરમિયાન કેટલાક ઘરેલુ ઉપચાર પણ લોકો જણાવતા હોય છે. જે સંદર્ભે કપૂર અને લવિંગની પોટલી બનાવી સુંઘવાના નુસખા પણ સોશ્યલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યા છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
દેશ આખો ઇંધણના ભાવ વધારથી વિરોધ નોંધાવી રહ્યો છે, ગેસ-પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે અનેક ચર્ચા સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે. આ ક્રમમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ TV9 ગુજરાતીની બ્રેકીંગ ન્યુઝ પ્લેટ વાયરલ થયેલ છે. ફેસબુક અને વોટસએપ પર “વાહ મૂખ્ય મંત્રી હોય તો આવા સીધો ધડાકો કરીયો હો” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ ભ્રામક દાવા મુજબ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગાવવામાં આવતા ટેક્ષ હટાવ્યા અને હવેથી પેટ્રોલ રૂ 72 અને ડીઝલ રૂ 68 મળશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
ફેસબુક પર “એશિયાના સૌથી મોટા કતલખાનાનું નામ “અલ-કબીર”છે, નામ પરથી એવું લાગશે માલિક કોઈ મુસ્લિમ હશે પણ આશ્ચર્યની વાત એજ છે કે બધાજ 11 ડાયરેક્ટર બ્રાહ્મણ અને વાણીયા છે, અને એમાંથી 9 ડાયરેક્ટર ગુજરાતી છે. આ કતલખાનામાં રોજની 1000 ગાયોની કતલ કરવામાં. અને “અલ-કબીર”નું લાયસન્સ અટલજી ની સરકાર દ્વારા 40% સબસીડી સાથે આપવામાં આવ્યું હતુ” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક રો TOP 10 ફેકટચેક
સોશ્યલ મીડિયા પર અલગ-અલગ ઘરગથ્થુ ઉપચાર અને ઉપાય શેર કરવામાં આવેલા છે. આ સંદર્ભે ફેસબુક અને ટ્વીટર પર “તપાસો તમારા ફેફસાં અને ઓક્સિજન લેવલ. જો તમે પોઇન્ટ A થી પોઇન્ટ B સુધી શ્વાસ રોકી શકતા હો. તો તમારા ફેફસાં અને ઓક્સિજન સારુ હોય શકે છે” કેપશન સાથે એક ગ્રાફિક વિડિઓ પોસ્ટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટ મુજબ જો તમે 10 સ્કેન્ડ સુધી શ્વાસ રોકી શકો છો, તો તમારું ઓક્સિજન લેવલ સ્વસ્થ છે તેમજ તમે coronavirus ફ્રી છો.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કર્યા, તેમની સાથે કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ત્યારે સોશ્યલ મીડિયા પર એક મેસજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો બાઇડેનના શપથ સમારોહમાં માત્ર ભારતને જ આમંત્રણ નથી આપવામાં આવ્યું. જયારે ભારતના પાડોશી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટ્વીટર અને ફેસબુક પર “USA में बाइडेन की शपथ ग्रहण मे भारत के सभी पड़ौसी देशों को निमंत्रण मिला” કેપશન સાથે આ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
ફેસબુક યુઝર્સ દ્વારા “નેપાળના પહાડોમાંથી એક તિબેટીયન સાધુ મળી આવ્યા છે. 201 વર્ષની ઉંમરે તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. તે ઊંડી સમાધિ એટલે કે ધ્યાનની સ્થિતિમાં છે જેને “તાકાટેટ” તરીકે ઓળખવામાં આવે છે.જ્યારે તે પ્રથમ વખત પર્વતની ગુફામાં મળી આવ્યા,ત્યારે લોકો એવુ માનતા હતા કે તે એક મમી છે. જોકે,વૈજ્ઞાનિકોએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે મમી નહીં પણ જીવીત માનવી છે!” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
અમદાવાદ પ્રખ્યાત ડોક્ટર તેજશ પટેલ પર એક પોસ્ટ વાયરલ થયેલ છે. જેમાં કોરોના વાઈરસની બીજી લહેર ટૂંક સમયમાં ખતમ થઇ જશે અને ત્રીજી લહેર પણ નહીં આવે જેવી વાત ડો.તેજશ પટેલ દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે. ફેસબુક પર ઘણા યુઝર્સ દ્વારા આ પોસ્ટ “કોરોના વિદાય લઇ રહ્યો છે, બીમાર જલ્દી તંદુરસ્ત થશે, હવે કોઈએ ડરવાની જરૂર નથી” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
કોરોના કેસ સામે માસ્ક પહેરવાનો નિયમ કડકાઈ થી લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં Police દ્વારા માસ્કના નામે રૂ 1000નો દંડ વસુલ કરવામાં આવેલ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં લોકોના ટોળા દ્વારા ટ્રાફિક પોલીસને માર મારવામાં આવેલ છે. ફેસબુક પર આ વિડિઓ “સુરુવાત્ થઈ ગઈ મેસુર્ કર્ણાટક થી. પાબ્લિક્ કંટારી ગઈ .માસ્ક ના નામે પૈસા ભરીને” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
કોરોના વાયરસના ફેલાવા ને રોકવા સરકાર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવા પર ભાર આપવામાં આવે છે. જાહેર જગ્યાએ માસ્ક પહેર્યા વગર જવાની મનાઈ ફરમાવામાં આવી છે. ઘણા કિસ્સાઓ જોવા મળે છે, જ્યાં માસ્ક વગર ના લોકો પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવે છે. આ મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનેલા છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા 2000ની નવી ચલણી નોટનો જથ્થો પકડવામાં આવેલ છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ 2000ની નોટો પશ્ચિમબંગાળ ભાજપ નેતા ના ઘર પરથી ઝડપાઇ છે. ફેસબુક પર “પશ્ચિમબંગાળમાં ભાજપ ના નેતાને ઘરેથી પકડાયો 2000 ની નોટો…..આ પ્રજા ના જ પૈસા છે પરંતુ પ્રજા માટે નહિ પણ ચૂંટણી માટે છે…..એટલે ભક્તોએ બહુ મોજમાં ના આવી જવું…જેની જાહેર જનતાએ નોંધ લેવી” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો TOP 10 ફેકટચેક
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 14, 2025
Dipalkumar Shah
February 21, 2025