WeeklyWrap : યુપીની શિક્ષિકા પાસેથી દેશી તમંચો ઝડપાયો બીજી તરફ MPમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડ થઈ તો મુસ્લિમ સમુદાયના સભ્યોએ દિલ્હીના જહાંગીરપુરીમાં પોલીસકર્મીને ધમકી આપી હોવાના ભ્રામક દાવાઓ અંગે NewsChecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

યુપીની શિક્ષિકા પાસેથી દેશી તમંચો ઝડપાયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર ન્યુઝ સંસ્થાન S9 News દ્વારા “યુપીની શિક્ષિકા પાસેથી પોલીસને મળ્યો તમંચો” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ 2000થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદની ભ્રામક તસ્વીર સાથે ભ્રામક માહિતી વાયરલ
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ તસ્વીર “આપણને આવી જ સમાન ભારતીય છોકરીની અંતિમ નમ્રતા અને સૌમ્યતા વિશે ખબર ન હતી.તેનું નામ સ્વાતિ કોવિંદ છે. તે દેશની અગ્રણી એરલાઇન ‘એર ઇન્ડિયા’માં ફ્લાઇટ એટેન્ડન્ટ હતી. હા, તમે સાચુ અનુમાન લગાવ્યું છે – તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી છે!” વગેરે જેવા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

MPમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થર ફેંકનાર મહિલાઓની ધરપકડનો ભ્રામક વિડિઓ વાયરલ
ફેસબુક પર “રામનવમી ની શોભાયાત્રા ઉપર પથ્થર રૂપી ફૂલ ફેંકવા વાળી અપ્સરા ની વિદાઈ ધૂમધામ થી સરકારી ગાડી થી કરવાંમાં આવી” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલ કોમી હિંસાનો ભ્રામક વિડિઓ વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિઓ શેર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુસ્લિમ સમુદાયના સભ્યોએ દિલ્હીના જહાંગીરપુરીમાં પોલીસકર્મીને ધમકી આપી છે. વીડિયોમાં કેટલાક મુસ્લિમો પોલીસકર્મીને ધમકાવતા જોવા મળે છે.

સુરતમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
સુરતની એક હોસ્પિટલમાં પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાના દાવા સાથે એક વીડીદો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર આ વિડિઓ સુરતની નાનપુરા હોસ્પિટલ ખાતે એક પારસી મહિલાએ 11 બાળકોને જન્મ આપ્યો હોવાના દાવા સાથે ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044