Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap : મમતા સરકાર કાવડ યાત્રા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાવી રહી છે જયારે બીજી તરફ ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા ઉપરાંત વરસાદની પરિસ્થિતિ પર ફેલાયેલ ભ્રામક દાવાઓ પર TOP 5 ફેકટચેક
બંગાળમાં મમતા સરકાર કાવડ યાત્રા પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરાવી રહી હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાવડ યાત્રિકો પર બંગાળ પોલીસ કર્મીઓ લાઠી ચાર્જ કરી રહ્યા છે. આ વિડીયો Newschecker વોટસએપ હેલ્પલાઇન પર યુઝર દ્વારા શેર કરવામાં આવેલ છે, જેની તપાસ કરતા વિડીયો જૂનો હોવાનું સામે આવ્યું છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં અનેક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે, સોશ્યલ મીડિયા પર પાણી ભરાવાથી લઈને પૂરની પરિસ્થિતિના વિડીયો અને અહેવાલો જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા યુઝર્સ એક વિડીયો શેર કરી રહ્યા છે, વીડિયોમાં ભીષણ પૂર વચ્ચે ડ્રાઈવરે પાણી માંથી ગાડી પસાર કરવાનો પ્રયત્ન કરે છે અને ડૂબી જાય છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વરસાદના વાતાવરણમાં હાઈ-વે પર ઘણા અકસ્માતો સર્જાતા હોય છે. સોશ્યલ મીડિયા પર આવા જ એક અસ્કામતનો વિડીયો ખુબ શેર થઈ રહ્યો છે. યુઝર્સ બાઈક સવારના અકસ્માતનો વાયરલ વિડીયો ગુજરાત વલસાડના NH-48 ખાતે બાઈક સવારનું અકસ્માત થયું હોવાનો દાવો કરી રહ્યા છે. ફેસબુક પર “વલસાડ:-વાપી… N.H…48” ટાઇટલ સાથે Zee Newsની વિડીયો કલીપ શેર કરવામાં આવેલ છે. વિડીયોમાં રસ્તા ભીના હોવાના કારણે બાઈક સવાર સ્લીપ થઈને પડે છે તે સમયે પાછળથી આવનાર ટ્રક સાથે અથડાતા બચી જાય છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
પાણીપૂરીના પાણીમાં લોકપ્રિય બ્રાન્ડ અને ટોયલેટ ક્લીનર હાર્પિક ભેળવતા એક વ્યક્તિનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીપૂરીના પાણીમાં હાર્પિક ટોયલેટ ક્લીનર ઉમેરી રહ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડીયો અલગ-અલગ ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે, આ ક્રમમાં સમાન વિડીયો અલગ-અલગ ભાષામાં સાંપ્રદાયિક રંગ સાથે શેર કરવામાં આવેલ છે. જેના પર Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
પંજાબના સીએમ ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું રહ્યું છે કે માન રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. આ સમાચાર પછી સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જ્યાં માન હોસ્પિટલના બેડ પર આંખો બંધ કરીને સુતેલા જોવા મળી રહ્યા છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Dipalkumar Shah
April 9, 2025
Vasudha Beri
August 23, 2024
Dipalkumar Shah
August 27, 2024