WeeklyWrap : UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર લોકોના મત્ત માંગવામાં આવ્યા તો બીજી તરફ ગુજરાતના 5 નાના શહેરો મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે. આ ઉપરાંત, શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો અને બીજી બાજુ લવ જેહાદને લઈને ચેતવણી આપતી મહિલા ગુજરાતની IPS અધિકારીના વાયરલ વિડીયોનું સત્ય જાણો ન્યૂઝચેકર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ TOP 5 ફેકટચેક પર.

UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર લોકોના મત્ત માંગવામાં આવ્યા હોવાના દાવાનું સત્ય
નરેન્દ્ર મોદી સરકાર છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર ભાર આપી રહી છે, અને વિપક્ષ આ કાનૂનનો વિરોધ કરી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે “દેશના તમામ હિંદુઓને યુસીસીની તરફેણમાં મત આપવા વિનંતી કરવામાં આવે છે. UCC ને સમર્થન આપવા અને દેશને બચાવવા માટે કૃપા કરીને 9090902024 પર મિસ્ડ કોલ આપો.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ગુજરાતના 5 નાના શહેરો મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે? જાણો શું છે સત્ય
ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત અંગે પોસ્ટ વાયરલ થઈ રહી છે. ન્યુઝ ચેનલો તેમજ યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “ગુજરાતના વધુ પાંચ શહેરની નગરપાલિકા અપગ્રેડ થઇને મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે. નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઇને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

સાવધાન! પિંક વોટ્સએપ એક કૌભાંડ છે.
પિંક વોટ્સએપ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. આ મેસેજ વોટ્સએપ દ્વારા વિવિધ ગ્રુપ્સ અને પર્સનલ ચેટ્સ પર ખુબજ ફેલાઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પિંક વોટ્સએપ એ વોટ્સએપનું નવું ફીચર છે અને અપડેટ મેળવવા માટે સંબંધિત લિંક પર ક્લિક કરો. ખાસ કરીને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે આ મેસેજ એક કૌભાંડનો ભાગ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?
શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નવો નિયમ લાગુ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશ્યલ મીડિયા યુઝર્સ અને મીડિયા સંસ્થાનો દાવો કરી રહ્યા છે કે “શ્રાવણ મહિનમાં રેલવે સ્ટેશન પર નોન-વેજ ફૂડ નહીં મળે”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું લવ જેહાદને લઈને ચેતવણી આપતી મહિલા ગુજરાતની IPS અધિકારી છે? જાણો શું છે સત્ય
સોશ્યલ મીડિયા પર લવ જેહાદ મુદ્દે અનેક પ્રકારે પોસ્ટ અવાર-નવાર વાયરલ થતી હોય છે. આ ક્રમમાં કાજલ સિંઘાલા નામની મહિલા IPS અધિકારીનો લવ જેહાદને લઈને ચેતવણી આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “આ છે ગુજરાતની IPS મહિલા અધિકારી કાજલ સિંઘાલા અને તે લવ જેહાદનો પર્દાફાશ કરીને છોકરીઓને ચેતવણી આપી રહી છે. હું હિન્દુ ધર્મના લોકોને ચેતવણી આપવા માંગુ છું. આ વીડિયો તમારા પરિવારની છોકરીઓને તરત જ મોકલો.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044