યુક્રેન દ્વારા રશિયા સામે યુદ્ધ લડવા યુક્રેનના નાગરિકો પાસે મદદ માંગી છે, સામાન્ય નાગરિક પણ લડાઈમાં જોડાઈ શકે છે. આ સંદર્ભે ન્યુઝ ચેનલો દ્વારા યુક્રેનના રાષ્ટ્રપતિ તેમજ વાઇસ પ્રેસિડેન્ટના પત્ની અને મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના યુક્રેન આર્મીમાં જોડાઈને હથિયાર ઉપાડી લીધા છે. બીજી તરફ રશિયા દ્વારા કેટલાક હુમલાઓ કરવામાં આવ્યા છે, જે સંદર્ભે કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા ગેમીંગ વિડિઓ જેમાં એન્ટી એરગન દ્વારા ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું વગેરે જેવા ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

ન્યુઝ ચેનલે શેર કર્યો યુક્રેન પર રશિયાના હુમલાનો ભ્રામક વિડિઓ, જાણો શું છે સત્ય
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અંગે ન્યુઝ ચેનલ TV9 Gujarati દ્વારા 24 ફેબ્રુઆરીના “રશિયા-યુક્રેન યુદ્ધ : કાળજું કંપાવી દે તેવા બ્લાસ્ટના અવાજો સાંભળો” હેડલાઈન સાથે એક વિડિઓ શેર કર્યો હતો. વિડીઓમાં જોઈ શકાય છે કે, અચાનક એક મોટો વિસ્ફોટ થવાથી પ્રકાશ ફેલાય છે. નોંધનીય છે કે, ફેસબુક પર આ વિડિઓ 1 લાખથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

યુક્રેનની એન્ટી એરગન દ્વારા રશિયન જેટ તોડી પાડવામાં આવ્યું હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ન્યુઝ ચેનલ News18 Gujarati દ્વારા “રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફ્રાન્સનું નિવેદન, દુનિયા લાંબી લડાઈ લડવા તૈયાર રહે” ટાઇટલ સાથે ફેસબુક પર ન્યુઝ બુલેટિનનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. યુક્રેનની એન્ટી એરગન દ્વારા રશિયન જેટ તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી સાથે વિડિઓ પણ શેર કરવામાં આવ્યો છે.

યુક્રેન બોર્ડર પર શીખ સમાજ દ્વારા લંગર શરૂ કર્યું હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
આ તમામ ઘટના સાથે જોડીને સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. જેમાં યુક્રેન બોર્ડર પર શીખ સમાજ દ્વારા લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસબુક પર “યુદ્ધ ની પરિસ્થિતિ વચ્ચે યુક્રેન માં શીખ સમુદાય દ્વારા જરૂરિયાત મંદ માટે લંગર, જમવાની વ્યવસ્થા, આને અભિનંદન માટે શબ્દ ટૂંકા પડે” ટાઇટલ સાથે ગુરુનાનક લંગરની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના રશિયા સામે યુદ્ધમાં યુક્રેન આર્મીમાં જોડાઈ હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
ફેસબુક પર “2015માં મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં યુક્રેનનું પ્રતિનિધિત્વ કરનાર અનાસ્તાસિયા લેના હવે યુક્રેનિયન સૈન્યમાં જોડાઈ રહી છે” ટાઇટલ સાથે અનાસ્તાસિયા લેનાની તસ્વીર શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે વાયરલ પોસ્ટ કેટલાક ન્યુઝ ચેનલ તેમજ ન્યુઝ પેપર દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.

યુક્રેનમાં ફસાઈ હોવાના દાવા સાથે શું વૈશાલી યાદવે ભ્રામક વિડિઓ શેર કર્યો?, જાણો શું છે સત્ય
ફેસબુક પર “ભાજપ સરકારને બદનામ કરનારી સમાજવાદી પાર્ટીના નેતા મહેન્દ્ર યાદવની છોકરી વૈશાલી યાદવ વિડીયોમાં શુ કહે છે” ટાઇટલ સાથે વૈશાલીનો મદદ માંગતો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં વૈશાલી યુક્રેનથી પરત આવવા ભારત સરકાર પાસેથી મદદ માંગી રહી છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044