Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap : 1 એપ્રિલથી 2000થી વધુના UPI પેમેન્ટ પર 1.1% ફી લાગુ થશે તો બીજી તરફ કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન કરવા માટે 500 થી રૂ1000નો ચાર્જ વસુલવામાં આવશે. રમઝાનને લઈને સાઉદી અરેબિયાએ લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો તો અહીંયા રાહુલ ગાંધીએ SC ચુકાદાને નાબૂદ કરવા માંગતા UPAના વટહુકમને ફાડી નાખ્યો હોવાના દાવાઓ પર TOP 5 ફેકટચેક
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 એપ્રિલથી સામાન્ય લોકોએ 2000થી વધુ UPI પેમેન્ટ કરવા માટે 1.1% ચાર્જ ચૂકવવો પડશે. કહેવામાં આવી રહ્યું છે કે ‘Google Pay’, ‘Paytm’ જેવા ડિજિટલ માધ્યમોની મદદથી બે હજારથી વધુનું UPI પેમેન્ટ કરવું મોંઘુ પડી શકે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ સંસદ માંથી ગેરલાયક ઠેરવવામાં આવતા દેશમાં રાજકીય તોફાન મચી ગયું છે. કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટે 2013ના સુપ્રીમ કોર્ટના ચુકાદા તરફ ધ્યાન પાછું લાવ્યું છે, જેમાં ઓછામાં ઓછા 2 વર્ષની જેલની સજા સાથે દોષિત ઠેરવવામાં આવેલા કોઈપણ ધારાસભ્યને તાત્કાલિક ગેરલાયક ઠરાવવામાં સક્ષમ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
સોશ્યલ મીડિયા પર વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા મુદ્દે એક સમાચાર વહેતા થયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કાશી વિશ્વનાથના સ્પર્શ દર્શન કરવા માટે 500 થી લઈને 1000રૂ સુધી ચાર્જ ચૂકવવો પડશે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સાઉદી અરેબિયાએ લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે યૂઝર્સ લખી રહ્યા છે “કોણ જાણે આપને કોણ સેક્યુલર ના પાઠ ભણાવી ગયું” વાયરલ પોસ્ટને હાલમાં રમઝાનના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના સૈયદ અહમદ બુખારી ભાજપમાં જોડાઈ ગયા છે. આ વીડિયો એક સમારંભનો છે, જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ ડૉ. હર્ષવર્ધન શાહી ઈમામ સાથે જોવા મળે છે. કેટલાક અન્ય લોકો પણ છે. શાહી ઈમામ અને ડૉ.હર્ષવર્ધનને પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેની પાછળ એક પોસ્ટર છે જેમાં પીએમ મોદી, હર્ષવર્ધન અને શાહી ઈમામની તસવીરો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
November 25, 2023
Runjay Kumar
November 21, 2023
Kushel Madhusoodan
November 6, 2023