Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Claim :-
“જો તમારે નોકરી કરવી હોઈ તો તમારો ફોન નમ્બર આપો, અને ભણતર પણ સાથે લખજો ભણતર ની લાયકાત, જે આ પોસ્ટને શેર કરશે એને તરત ફોર્મ મોકલવામાં આવશે” સોશ્યલ મીડિયા પર આ કેપ્શન સાથે તસ્વીર વાયરલ કરવામાં આવી છે. એક પરિવાર-એક નોકરી યોજના જાન્યુઆરી 2020થી શરૂ, તેમજ8 પાસ, 10 પાસ અને ગ્રેજ્યુએટ માટેના પગાર ધોરણ સાથે વિગત આપતી તસ્વીર aajnasamachar નામની વેબસાઈટ લિંક સાથે ફેસબુક પર વાયરલ કરવામાં આવી રહી છે.
Fact check :-
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા એક પરિવાર-એક નોકરી યોજના પર કેટલીક વેબસાઈટ અને યુટ્યુબ વિડિઓ મળી આવે છે. જેમાં યોજના વિશે માહિતી તેમજ ફોર્મ ભરવા માટે લિંક અને અન્ય સૂચન આપવામાં આવ્યા છે.
વધુ તપાસ કરતા pmmodiyojana.in વેબસાઈટ પર એક ઘર-એક નોકરી યોજના પર માહિતી આપવામાં આવી છે, જેમાં આ યોજના એક ફેક ન્યુઝ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના અંગે જાહેરાત કરવામાં આવેલ નથી, આ માહિતી સંપૂર્ણ પણે ભ્રામક છે.
ત્યારબાદ ટ્વીટર પર Ek Parivar Ek Naukri Yojana 2020 કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલીક અન્ય ટ્વીટ જોવા મળે છે, જેમાં સરકાર દ્વારા આ પ્રકારે યોજના જાહેર કરવામાં આવેલ હોવાના દાવા સાથે ટ્વીટ કરવામાં આવી છે. ત્યારે PIBFACTCHECK દ્વારા ટ્વીટર પર આ ન્યુઝ ભ્રામક હોવાના ખુલાસા સાથે ટ્વીટ જોવા મળે છે, જે મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના બનાવવામાં આવી નથી તેમજ વાયરલ પોસ્ટ એક ભ્રામક દાવો છે.
Ek Parivar Ek Naukri Yojana પર ગુગલ સર્ચ દરમિયાન નવેમ્બર 2018માં પબ્લિશ થયેલ ન્યુઝ જોવા મળે છે, જે મુજબ સિક્કિમ સરકાર દ્વારા એક પરિવાર-એક નોકરી યોજના જાહેર કરવામાં આવી હતી, જે અંતર્ગત પહેલા ચરણમાં 17 હજાર યુવકોને નોકરી આપવામાં આવશે. આ યોજના માત્ર સિક્કિમ પૂરતી સીમિત છે.
Conclusion :-
વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવા પર મળતા પરિણામ દ્વારા સાબિત થાય છે, વાયરલ તસ્વીર એક ભ્રામક જાહેરાત છે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના અંગે જાહેરાત કરેલ નથી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ નોકરી અંગેનો દાવો કરતી વેબસાઈટ તેમજ સોશ્યલ મીડિયા પોસ્ટ એક ફેક ન્યુઝ છે.
source :-
facebook
twitter
youtube
keyword search
reverse image search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.