Authors
રક્ષાબંધન નિમિત્તે છોકરીઓ સાથે ગેરવર્તન કરનારા મુસ્લિમ છોકરાઓને ગુજરાત પોલીસ માર મારી રહી હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટર યુઝર્સ દ્વારા “અબ્દુલ કે સાથીઓ ને છેડા ઓર ગુજરાત પોલીસને ફેંસલા સુનાયા” હિન્દી કેપશન સાથે વિડીયો શેર કરવામાં આવ્યો છે.
Fact Check / Verification
રક્ષાબંધન નિમિત્તે છોકરીઓ સાથે ગેરવર્તન કરતા મુસ્લિમ છોકરાઓને માર મારવાનો ગુજરાત પોલીસના નામે શેર કરવામાં આવેલો દાવો ન્યુઝચેકર ટિમ અંગ્રેજી અને કન્નડ ભાષામાં પ્રકાશિત થયેલ ફેકટચેક મુજબ 10 ડિસેમ્બર 2015ના રોજ ન્યૂઝએક્સ દ્વારા પ્રકાશિત એક લેખમાં માહિતી આપવામાં આવી છે કે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનાર એક બદમાશને સુરત પોલીસે માર માર્યો હતો.
વધુમાં, અમને 9 ડિસેમ્બર, 2015ના રોજ ઈન્ડિયા ટુડે અને એબીપી ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક વિડિયો અહેવાલ મળ્યો, જેમાં ગુજરાત પોલીસે મહિલાઓની છેડતી કરવા બદલ કથિતને માર મારવાનો ઉલ્લેખ કર્યો છે.
Conclusion
આમ, અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે રક્ષાબંધન નિમિત્તે છોકરીઓ સાથે ગેરવર્તન કરતા મુસ્લિમ છોકરાઓને માર મારવાનો ગુજરાત પોલીસના નામે શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. ખરેખર, વાયરલ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે સુરત પોલીસે મહિલાઓની છેડતી કરી રહેલા યુવકને માર માર્યો હતો.
Result : Missing Context
Our Source
YouTube video, NewsX , December 10, 2015
YouTube video, IndiaToday , December 09, 2015
YouTube video, ABP News , December 09, 2015
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044